બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot A unique initiative of New Empire Apartments amid water scarcity

જળ બચાવો / કેવું પડે બાકી! રાજકોટમાં પાણીની તંગી દૂર કરવા ગજબની સિસ્ટમ, હવે 24 કલાક થાય છે રેમલછેલ

Vishal Khamar

Last Updated: 08:07 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં પાણીની તંગી વચ્ચે ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટની અનોખી પહેલ સામે આવી છે, અહીંના રહેવાશીઓએ સ્વ ખર્ચે પાણીના મીટર લગાડ્યા છે

રાજ્યમાં ઉનાળીની સિઝન શરૂ થતા અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે રાજકોટમાં પાણીની તંગી વચ્ચે ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટની અનોખી પહેલ સામે આવી છે. લોકોને ભર ઉનાળામાં પણ 24 કલાક પાણી મળી રહે છે. જોકે આવું પહેલા નહોતું પરંતુ ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટના રહેવાશીઓએ સ્વ ખર્ચે અહી પાણીના મીટર લગાડવામાં આવ્યા ત્યારથી જ એપાર્ટમેન્ટમાં કાયમી પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે. 

ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટમાં પાણીના મીટર 
ફ્લેટમાં રહેતા તમામ લોકો પણ પાણીનો જરૂર પૂરતો જ ઉપયોગ કરી રહ્યા છે. આ અંગે એપાર્ટમેન્ટમાં રહેતા કિરણ બદીયાણીએ જણાવ્યું હતું કે અમે જ્યારે એપાર્ટમેન્ટ રહેવા આવ્યા ત્યારે અમારે ખૂબ જ પાણીની સમસ્યા સર્જાતી હતી. તેમજ તે સમયે એપાર્ટમેન્ટમાં માત્ર 15 મિનિટ જ પાણી આવતું હતું. જ્યારે અમારે બહારથી પાણીના ટાકી મંગાવવા પડતા હતા.પરંતુ જ્યાથી અમે આ પાણીમાં મીટર લગાવ્યા છે ત્યારથી હવે અમારે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. હવે અમારા ઘરમાં ઉનાળામાં પણ 24 કલાક પાણી આવે છે અને અમે પણ જરૂરિયાત મુજબનું જ પાણી વાપરીએ છીએ. ઉલ્લેખનીય છે કે પાણીના મીટર લગાડવાથી જેટલું પાણી વાપરે તેટલું જ બિલ આવે છે.

વાંચવા જેવું: કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર જાહેર કર્યું નામ,વિનર ઉમેદવારને ઉતાર્યો મેદાનમાં, જંગ જામશે

પાણીની તંગીને દૂર કરવા પ્રયોગ !
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉનાળાના સમયમાં પાણીની મુખ્ય સમસ્યા રહેતી હોય છે ત્યારે રાજકોટમાં આ ન્યુ એમ્પાયર રહેવાશીઓ દ્વારા પાણીના મીટર લગાવીને પાણી બચાવોની અનોખી પ્રરેણાદાયક પહેલ કરાઈ છે. જે પહેલ સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ભવિષ્યમાં પાણીનો સ્ત્રોત જળવાય તે માટે સૌ લોકોએ જાગૃત થવાની જરૂર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ