બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot a girl has become famous on social media by bursting firecrackers on the road in public.

રાજકોટ / VIDEO: રાજકોટમાં સસ્તી પ્રસિદ્ધિ માટે યુવતીએ હાથમાં ભડાકા કર્યા, ફેમસ થવા નિયમની ઐસીતૈસી

Dinesh

Last Updated: 09:21 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news: રાજકોટમાં એક યુવતીએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા નવા વર્ષની ઉજવણીની ઘેલછામાં નિયમોની ઐસીતૈસી કરી છે, જાહેરમાં રસ્તા પર ફટાકડા ફોડી ઉત્પાત મચાવ્યો

  • રાજકોટમાં સસ્તી પ્રસિદ્ધ માટે નિયમની ઐસીતૈસી
  • શું યુવતીને નથી લાગતો કાયદાનો ડર ?
  • સોશિયલ મીડિયામાં ફેમસ થવા કંઈ પણ !


સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં આજકાલ યુવક અને યુવતીઓ કાયદો તોડતા પણ ડરતા નથી. સોશિયલ મીડિયામાં માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે યુવક યુવતીઓ કોઈ પણ ભોગે રિલ્સ બનાવે છે. ત્યારે આવી જ વધુ એક ઘટના રાજકોટથી સામે આવી છે.

જાહેર રસ્તા પર ફટાકડા ફોડી તોડ્યા નિયમ
રાજકોટમાં એક યુવતીએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા નવા વર્ષની ઉજવણીની ઘેલછામાં નિયમોની ઐસીતૈસી કરી છે. જાહેરમાં રસ્તા પર ફટાકડા ફોડી ઉત્પાત મચાવ્યો છે. યુવતીનો ફટાકડા ફોડનો વીડિયો પણ વાયરલ થયો છે.  જેમાં જોઈ શકાય છે કે, એક યુવતી જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમાય તેવી રીતે ફટાકડા ફોડી રહી છે. લોકોના જીવની પરવાહ કર્યા વિના બિન્દાસ્ત યુવતી ફટાકડા ફોડી રહી છે. 

રાજકોટ-પોરબંદર હાઇવનો વીડિયો
વાયરલ વીડિયો રાજકોટ-પોરબંદર હાઇવે પર આવેલા બ્રિજનો હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસ વાયરલ વીડિયોને આધારે તપાસ હાથ ધરી છે. જિંદગીને રમત ન સમજવી જોઈએ, પરંતુ આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ