બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast today in several districts of the state including Surat, Navsari

શ્રાવણીયો શ્રીકાર / સુરત, નવસારી સહિત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં આજે મેઘો થશે મહેરબાન, જાણો હવામાન વિભાગની આગાહી

Malay

Last Updated: 08:28 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast In Gujarat: હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં વરસાદની કરાઈ આગાહી, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના.

  • આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી
  • હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

Rain Forecast In Gujarat:  આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતાં રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા છે. રાજકોટ જેવા શહેરમાં આગામી ઉનાળામાં પાણીની તીવ્ર ખેંચ પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આવા વિષમ સંજોગોમાં ગઈકાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી. એવામાં હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે અહીં વરસાદની શક્યતા 
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે વલસાડ, નવસારી, ડાંગ અને સુરતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 13 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે.

14, 15 અને 16 સપ્ટેમ્બરે આ વિસ્તારમાં વરસાદની આગાહી
14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં સારા વરસાદની આગાહીઃ હવામાન નિષ્ણાંત
કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે. 13 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા: ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી, 23 તારીખથી  મોન્સૂન પર લાગશે બ્રેક | Meteorologist Paresh Goswami predicted rain in  Gujarat

ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ
27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. નવરાત્રીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 

પરેશ ગોસ્વામીએ પણ કરી છે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ