બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul Gandhi initiates medical advice help line number

મદદ / મહામારીમાં રાહુલ ગાંધીની પહેલ, નંબર શેર કરીને કહ્યું,"જરૂર હોય તો ફોન કરો"

Published By: Shalin

Last Updated: 03:24 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. રોજ કોરોનાના રેકોર્ડબ્રેકીંગ કેસ આવી રહ્યા છે.

કોવિડ બેડની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ ભારે અછત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકોની મદદ માટે આગળ આવ્યા છે. 

તેમણે એક ટ્વિટમાં કહ્યું, "આ સમયે દેશના લોકોની સાથે ઉભા રહેવાની જરૂર છે. અમે એક મેડિકલ એડવાઈઝરી હેલ્પલાઇન શરૂ કરી છે. હવે તમે +919983836838 પર ફોન કરીને મેડિકલ સલાહ મેળવી શકો છો." રાહુલ ગાંધીએ ડોકટરો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સને પણ આગળ વધીને રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે.

રાહુલ ગાંધીએ એવા સમયે ટ્વિટ કર્યું છે જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત, આ સંક્રમણથી દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ડોકટરોની મદદ લીધી છે.

તેમણે કહ્યું કે આ સમય એક થઇને આ મહામારી સામે લડવાનો છે. તેમણે ટ્વિટ દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મ પણ શેર કર્યું છે, જે અંતર્ગત ડોકટરો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ સરળતાથી નોંધણી કરાવી શકશે.

દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ 

નોંધનીય છે કે ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,01,993 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3523 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 2,99,988 લોકો કોરોનાથી સાજા થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં 386,452 નવા કેસ નોંધાયા હતા. દુનિયાના કુલ કેસોના દરરોજ આશરે 40 ટકા કેસ ભારતમાં દાખલ કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus rahul gandhi કોરોના વાયરસ રાહુલ ગાંધી coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ