બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / quinton de kock love story cheerleaders sasha hurly

ઈન્ટરેસ્ટિંગ લવસ્ટોરી / મેચ જીતીને દિલ હારી બેઠો IPLનો તોફાની ખેલાડી, ચાલુ ઈનિંગમાં પડ્યો ચીયરલીડરના પ્રેમમાં, પરણીને ઘેર પણ લઈ ગયો

Hiralal

Last Updated: 04:18 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકાનો વિકેટ કિપર અને બેટર ક્વિન્ટન ડી કોકની ચીયરલીડર સાશા સાથેની પ્રેમકહાની અને મેરિજ ચર્ચામાં આવ્યાં છે.

  • આઈપીએલમાં રમનાર લખનઉના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોકની લવ સ્ટોરી અને લગ્ન ચર્ચામાં
  • 2012માં ચીયરલીડર સાશા હર્લી સાથે ચાલુ મેચમાં થયો હતો પ્રેમ 
  • ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ 2016માં કરી કર્યાં હતા લગ્ન 

આઈપીએલમાં દર્શકો અને ખેલાડીઓનું ઉત્સાહ વધારીને મનોરંજન કરતી રુપકડી ચીયર લીડરને ક્યારેક અહીં જ પ્રેમ અને પતિ મળી જતો હોય છે. આઈપીએલની મેચમાં ચીયર લીડર બનેલી સાશા હર્લી નામની છોકરી પર ચાલુ મેચમાં એક મોટો ખેલાડી મોહી પડ્યો અને પછી ધીરે ધીરે સોશિયલ મીડિયા પર તેમની દોસ્તી પ્યારમાં પલટાઈ અને આખરે 2016માં એક લગ્નના બંધને બંધાઈ ગયા હતા. 

કેવી રીતે પ્રેમમાં પડ્યાં અને પરણ્યાં ખેલાડી અને ચીયરલીડર 

સાઉથ આફ્રિકાનો વિકેટ કિપર અને બેટર ક્વિન્ટન ડી કોકની ચીયરલીડર સાશા સાથેની પ્રેમકહાની અને મેરિજ ચર્ચામાં આવ્યાં છે. 2012માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેમ્પિયન્સ લીગ દરમિયાન તેને પહેલી નજરમાં જ ચીયર લીડર સાશા હર્લી સાથે પ્રેમ થઈ ગયો હતો. લાયન તરફથી ડી કોક મેદાન પર ઉતર્યો હતો અને મુંબઈ સામે તેણે અણનમ 51 રન ફટકારતાં પોતાની ટીમને 8 વિકેટે વિજય અપાવ્યો હતો. પરંતુ આ દરમિયાન કોક દિલ ગુમાવી બેઠો હતો અને રુપાળી ચીયરલીડર પર  મોહી પડ્યો હતો. 

 ક્વિન્ટન ડી કોક આઈપીએલનો સફળ ખેલાડી, 38 કરોડની કમાણી કરી 
સાશા હર્લી નામની છોકરી આ મેચમાં ચીયરલીડર હતી જેમાં ડી કોકે અણનમ 51 રન ફટકાર્યા હતા અને આ દરમિયાન ડી કોકે તેને જોઈ હતી અને જોતા જ તેના પ્રેમમાં પડ્યો હતો.

શાસાને પણ ક્વિન્ટન ગમવા લાગ્યો હતો પાછળથી  ફેસબુક પર પ્રેમીપંખીડા પ્રેમ આગળ વધારતા રહ્યાં. સાશાએ ડી કૉકને મેસેજ કરીને ફેસબુક પર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા, જે પછી તેણે ફેસબુકના માધ્યમથી સાશાનો આભાર પણ માન્યો હતો. આ પછી, બંનેની નિકટતા વધવા લાગી અને 2016 માં બંનેએ લગ્ન કરી લીધા. સાશાનો પતિ ડી કોક આજે આઈપીએલમાં મોટું નામ છે અને 2013માં આઈપીએલમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડીએ અત્યાર સુધીમાં 38 કરોડથી વધુની કમાણી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ