બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Quick Updates On PM Kisan 14th Installment Date In 2023

અન્નદાતા માટે ગુડ ન્યૂઝ / જાણવા મળી ગયું, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવી જશે 2000 રુપિયા,14મા હપ્તાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે

Hiralal

Last Updated: 02:56 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

28 જુલાઈએ ખેડૂતોના ખાતામાં 2 હજાર રુપિયા ટ્રાન્સફર થઈ જશે તેવું સરકારી વેબસાઈટ દ્વારા જાણવા મળ્યું છે.

  • PM કિસાનના 14મા હપ્તાની તારીખનું એલાન 
  • 28 જુલાઈએ 9 કરોડ ખેડૂતોને મળશે 2 હજાર રુપિયા
  • સરકારી વેબસાઈટમાં તારીખ જણાવાઈ છે 

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે એક સારા સમાચાર છે. આજથી બરાબર 11 દિવસ પછી ખેડૂતોના ખાતામાં 2000 રુપિયા આવી જશે. આ મહિને કરોડો ખેડૂતોના ખાતામાં નાણાંનો 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર દ્વારા 14માં હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે. સરકારી વેબસાઈટ મુજબ 28 જુલાઈએ દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ મોકલવામાં આવશે.

28 જુલાઈએ પીએમ મોદી 18 હજાર કરોડ રુપિયા ટ્રાન્સફર કરશે 
સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 28 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં લગભગ 9 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર કરશે. પીએમ મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. કર્ણાટકથી પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને દર વર્ષે મળે છે 6000 રુપિયા 
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન હેઠળ સરકાર તમામ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. સરકાર તેને ત્રણ હપ્તામાં આપે છે. આ પૈસા સીધા ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તાજેતરમાં જ પીએમ કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં વધુ એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ પછી, હવે લાભાર્થીઓ તેમના મોબાઇલ પર પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ