બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Quad meeting gave a strong message to Pakistan and China

Quad Summit / આતંકવાદની સામે સાથે મળીને લડીશું, ક્વાડ દેશોનો પાકિસ્તાનને કડક સંદેશ

Dinesh

Last Updated: 10:51 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્વોડ વડાઓએ કહ્યું કે, અમે આતંકવાદ જેવી બાબતોને રોકવા તમામ સાથે મળીને કામ કરીશું, અમે સરહદ પારથી થતી આતંકવાદી ગતિવિધિઓનો જવાબ આપવા માટે તૈયાર છીએ.

  • ક્વોડ બેઠકમાં પાકિસ્તાન અને ચીનને કડક સંદેશ આપ્યો
  • પાકિસ્તાનના નામ લીધા વિના કડક સંદેશ આપ્યો
  • આતંકવાદ સામે લડવા ક્વાડ દેશો એકબીજાને સહકાર આફશે


જાપાનના હિરોશિમામાં આજે ક્વોડ દેશોની રાષ્ટ્રધ્યક્ષોની બેઠક મળી હતી. આ બેઠકમાં ભારત સહિત ક્વોડના સાથી દેશોએ પાકિસ્તાનના નામ લીધા વિના કડક સંદેશ આપ્યો હતો. ક્વોડ દેશોની બેઠકમાં સીમાપાર આતંકવાદ અને હિંસાની નિંદા કરી હતી. જેમાં વિવિધ દેશના રાજનેતાઓએ કહ્યું હતું કે, અમે સીમા પાર આતંકવાદી ગતિવિધિઓ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરીએ છીએ. તમામ દેશોએ કહ્યું હતું કે અમે આતંકવાદ સામે લડવા માટે એકબીજાને સહકાર આપવા તૈયાર છીએ

આતંકવાદી હુમલા સામે લડવાની તૈયારી દર્શાવી
ક્વોડ દેશના રાજનેતાઓએ કહ્યું કે, અમે આતંકવાદ જેવા ખતરાઓને રોકવા અને તેની શોધ કરવા માટે તમામ સાથે મળીને કામ કરીશું. અમે સીમાપાર થઈ રહેલી આતંકી ગતિવિધીઓનો જવાબ આપવા માટે તૈયાર છીએ. ક્વોડના તમામ દેશોએ આતંકવાદી હુમલા સામે લડવાની તૈયારી દર્શાવી છે.

હુમલાઓની નિંદા કરી
ક્વાર્ડના રાજધ્યાક્ષઓએ મુંબઈના 26/11 અને પઠાણકોટ સહિત ભારતમાં થયેલા તમામ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષ જ માર્ચ 2023માં ક્વાર્ડ વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી જે દરમિયાન આતંકવાદીઓ વિરૂદ્ધ નવા સમૂહની ઘોષણા કરવામાં આવી હતી જે બાબતે હવે બધાને સહયોગ આપી મદદ કરીએ.

ચીનને કડક સંદેશ આપ્યો
તમને જણાવી દઈએ કે ક્વાડ દેશોના નેતાઓએ પણ ચીનને કડક સંદેશ આપ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમારું ગઠબંધન ચીનની વિસ્તરણવાદી વિચારસરણી સામે લોકશાહીને મજબૂત કરવા માટે કામ કરવાનું ચાલુ રહેશે. જાપાનના પીએમ કિશિદા અને પીએમ મોદીએ કહ્યું કે ક્વોડ તેના ઉદ્દેશ્યમાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.

આવતા વર્ષે ભારતમાં ક્વોડ સમિટનું આયોજન
ભારત આવતા વર્ષે ક્વાડ સમિટનું આયોજન કરશે. પીએમ મોદીએ ક્વાડ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથેની બેઠકમાં કહ્યું કે, આવતા વર્ષે અમારા દેશમાં ક્વોડ સમિટનું આયોજન કરીએ અમને ખૂબ જ આનંદ થશે. પીએમ મોદીએ કહ્યું કે હું આજે ક્વાડ સમિટમાં ભાગ લઈને ખૂબ જ ખુશ છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ