બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / QR code will be displayed on all public transport vehicles

અમદાવાદ / પોલીસકર્મી તોડકાંડ કેસ: તમામ જાહેર પરિવહનના વાહનો પર QR કોડ લાગશે, સીધી ફરિયાદ થશે, રાજ્ય સરકારની હાઈકોર્ટમાં જાહેરાત

Vishal Khamar

Last Updated: 08:06 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ કર્મીઓ દ્વારા તાંડકાંડ મામલા બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તમામ જાહેર પરિવહનના વાહનો પર QR કોડ લગાવાશે. QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ નોંધાવી શકાશે.

  • પોલીસ કર્મીઓ દ્વારા કરેલ તોડકાંડ બાદ મહત્વનો નિર્ણય
  • રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર લગાવાશે QR કોડ
  •  QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ નોંધાવી શકાશે 

 થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR  કોડ લગાવાશે. જેથી પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીનાં સંજોગોમાં QR કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે.

સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી

શું છે સમગ્ર મામલો?
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની 26 ઓગસ્ટનાં રાત્રીનાં સુમારે  ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી. ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી 2 લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓએ મિલનભાઈ પાસેથી 40 હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. 

'રાત્રે મહિલા પોલીસકર્મીઓ કરાશે તૈનાત'
સરકારે કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે.

પોલીસે આરોપીઓની અટકાયત કરી

કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથીઃ HC
આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જોઈએ. હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જોઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જોઈએ. 

હાઇકોર્ટનો પોલીસકર્મીઓને કડક આદેશ
અમદાવાદમાં પોલીસ તોડકાંડમાં હાઇકોર્ટે કડક આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, પોલીસ કોસ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન  વર્દી પહેરવી ફરજિયાત છે. પોલીસ કર્મચારી વર્દી સાથે જ ફરજ સ્થળે હોવા જોઇએ. આ સાથે જ પોલીસ કર્મીએ વર્દી સાથે નેમ પ્લેટ પણ રાખવી ફરજિયાત છે. મહત્વનું છે કે, અરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી વર્દી વગરના ત્રણ પોલીસકર્મીઓએ 60 હજારનો તોડ કર્યો હતો. 

અપડેટ 8.00 PM

  • વિદેશથી આવી રહેલા દંપતી પાસેથી પોલીસ દ્વારા તોડકાંડનો મામલો
  • રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો જવાબ
  • ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે
  • યુનિફોર્મ પહેરવા, રજિસ્ટર મેઈન્ટેનન્સ કરવા અને મહિલા પોલીસની હાજરી,
  • બોડી વોર્ન કેમેરા, સિનિયર પોલીસ અધિકારીની હાજરી અને સારા વર્તન માટે આદેશ કરાયા છે
  • પોલીસ વ્હીકલ પર ડ્રાઈવર સીટ પાછળ QR કોડ લગાવાશે, 
  • QR કોડ સ્કેન કરતા સીધી ફરિયાદ કમ્પ્લેન ઓથોરિટીને જાણ થશે
  • કોર્ટ મિત્ર અને હાઈકોર્ટે બોડી વોર્ન કેમેરાના દુરપયોગની પણ આશંકા વ્યક્ત કરી 
  • હેલ્પલાઈન માટે 100 અને 112 નંબર જાહેર કરાયેલા છે: સરકાર 
  • પોલીસ સામે જ ફરિયાદ હોય તો 100 નંબર પર કોલ કેવી રીતે કામ કરશે: કોર્ટ મિત્ર
  • મોબાઈલ પહેલા જ લઈ લેવાય તો QR કોડ, બોડી વોર્ન કેમેરા, હેલ્પલાઈન કેવી રીતે ઉપયોગી થશે? : HC
  • આ ઘટનામાં CCTV અને મોબાઈલ ટ્રેસ કરી તથ્ય સામે આવ્યુ હતુ: સરકાર 
  • તંત્રએ CCTV અપગ્રેડેશન, મેઈનટેનન્સ અને કેમેરા ચાલુ છે 
  • તેનું નિયમિત વિજિલન્ટ કરવુ પડશે: HC
  • પોલીસ વિરુદ્ધની ફરિયાદ કોઈ સિનિયર અધિકારી કે પર્સનલ વ્યક્તિ પાસે નહીં પણ કમ્પ્લેન ઓથોરિટી/કમિટી પાસે જવી જોઈએ: HC
  • કમિટી નક્કી કરશે કે ફરિયાદ સાચી છે કે ખોટી: HC
  • 2 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ