બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / pyorrhea is a serious gum infection that causes damage to gums

હેલ્થ / જો તમારા મોમાં જોવા મળી રહ્યાં છે આ લક્ષણ! તો સાવધાન, નહીં તો થઇ શકે છે ગંભીર બીમારીઓ

Manisha Jogi

Last Updated: 02:04 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓરલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને દાંત અને પેઢાની સારસંભાળ રાખવી, નહીંતર તેની સાથે જોડાયેલ બિમારી થઈ શકે છે.

  • મોઢામાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે પેટની સમસ્યા થઈ શકે છે
  • ઓરલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવું 
  • નહીંતર મોંઢાની બિમારી થઈ શકે છે

જો તમને મોઢામાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે પેટની સમસ્યા થઈ શકે છે. ઓરલ હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ગંભીર બિમારીઓ થવાનું જોખમ રહે છે. આ કારણોસર કહેવામાં આવે છે કે, ઓરલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને દાંત અને પેઢાની સારસંભાળ રાખવી, નહીંતર તેની સાથે જોડાયેલ બિમારી થઈ શકે છે. અનેક લોકોને દાંતમાંથી લોહ નીકળવાની, મોઢામાંથી વાસ આવવાની સમસ્યા થાય છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા થઈ રહી છે, તો તમને પાયરિયા હોઈ શકે છે. આ બિમારીને કારણે દાંત નબળ પડી શકે છે. 

પાયરિયાના લક્ષણ

  • દાંત સડવા લાગે છે
  • પેઢામાં સોજો અને દુખાવો
  • મોઢામાંથી દુર્ગંધ આવવી
  • પેઢામાંથી લોહી નીકળે છે
  • કોઈપણ વસ્તુ ખાતા સમયે દુખાવો થવો
  • દાંત ઢીલા પડી જાય છે

પાયરિયા ક્યારે થાય છે

  • તમાકુ ખાવાથી પાયરિયા થઈ શકે છે
  • ટૂથપિકનો ખોટી રીતે ઉપયોગ કરવાથી પાયરિયા થઈ શકે છે
  •  બ્રશ ના કરવાથી કરવાથી પાયરિયા થઈ શકે છે
  • દાંતની સારસંભાળ ના રાખવાથી કરવાથી પાયરિયા થઈ શકે છે

તેલથી દાંત અને પેઢાની માલિશ
જો તમને એવું લાગી રહ્યું છે કે, પાયરિયા તમારા દાંતમાં ફેલાઈ રહ્યો છે, તો તેલ અથવા તલના તેલથી 4-5 વાર માલિશ કરવી. પેઢાની માલિશ કરવાથી દાંતમાં બનતા બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અને પેઢા મજબૂત બને છે. 5 મિનિટ સુધી માલિશ કરો અને હુંફાળા પાણીથી કોગળા કરો.

હળદર
પાયરિયા માટે હળદર એક દવાની જેમ કામ કરે છે. હળદરથી મસાજ કરવાથી બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અને પાયરિયાની સમસ્યાથી રાહત મળે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ