બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શોપિંગ / Public sector banks are going to launch app for e auction for selling 5 lakh houses

Property / ઘરનું ઘર હવે હાથવેંતમાં ! સસ્તામાં પ્રોપર્ટી ખરીદવાની તક, સરકારી બેન્કે વેચવા કાઢ્યાં 5 લાખ મકાન, તરત દસ્તાવેજ

Vaidehi

Last Updated: 07:56 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સરકારી બેંક આશરે 5 લાખ ઘરોની ઈ-હરાજી કરશે. આ હરાજીમાં અપ્લાય કરવા અંગેની તમામ માહિતી જાણો VTVGujarati પર.

 

  • સરકારી બેંકો કરશે 5 લાખ ઘરોની ઈ-હરાજી
  • એપ્લિકેશન દ્વારા લોકો કરી શકશે અપ્લાય
  • લોન ન ચૂકવેલી હોય તેવા જપ્ત મકાનોની થશે હરાજી

જો તમે પણ સસ્તામાં ઘર ખરીદવા ઈચ્છો છો તો આવનારાં દિવસોમાં તમને ઘણો સારો ચાન્સ મળી શકે છે. દેશની સરકારી બેંકો આશરે 5 લાખ ઘરોની ઈ-હરાજી કરવા જઈ રહી છે. તેવામાં તમે હરાજીમાં ઓનલાઈન ભાગ લઈ શકશો અને ઘરે બેઠાં સસ્તા ઘર ખરીદી શકશો. તમામ સરકારી બેંકો તેના માટે એક એપ તૈયાર કરી રહી છે. જ્યાંથી હરાજીમાં ભાગ લઈ શકાશે. આ એપની મદદથી એક સાથે તમામ બેંકોની પ્રોપર્ટીની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હશે.

મળશે આ સુવિધાઓ
રિપોર્ટ અનુસાર આ અંતર્ગત હરાજીમાં ભાગ લેનારા વ્યક્તિઓને પ્રોપર્ટીનાં ડોક્યુમેન્ટથી લઈને તમામ અગત્યની માહિતી આપવામાં આવશે. બેંકો આ પ્રોજેક્ટ અંતર્ગત આવતાં 5 વર્ષોમાં 5 લાખ ઘર અને 1 લાખ લોન એપ્લિકેશન વગેરેનો નિકાલ કરવાની તૈયારી કરી રહી છે. આ એપ એક રિપૉઝિટરીની અંતર્ગત કામ કરશે. જેમાં પ્રોપર્ટી સંબંધીત તમામ જાણકારી ઉપલબ્ધ હશે.

એપ આવી રીતે કરશે કામ
ઈ-હરાજીમાં ભાગ લેવા માટે સૌથી પહેલા એકાઉન્ટ બનાવવું પડશે. તે જ પોર્ટલ પર KYCની પ્રોસેસને પણ પૂરું કરવું પડશે. તેના બાદ લોગ ઈન કર્યા બાદ તમામ પ્રોપર્ટીની ડિટેલ્સ ઉપલબ્ધ થશે. જેના પર રેટ અને પ્રોપર્ટી સંબંધિત તમામ જરૂરી જાણકારી હાજર હશે. આ બાદ નિયત તારીખ પર પ્રોપર્ટી માટે બોલી લગાવવામાં આવી શકાશે. સામાન્ય રીતે હરાજીમાં લિસ્ટ ઘરોની કિંમતો બજારની તુલનામાં ઓછાં હોય છે. આ એવા ઘર હોય છે જેમનાં લોનનું વ્યાજ ન મળ્યાં હોવાને કારણે બેંક જપ્ત કરી લે છે. પછી પોતાના લોનની વસૂલી માટે તેને નીલામ કરે છે.

ebkary થી વધારે એડવાન્સ હશે આ નવી એપ
હાલનાં સમયમાં ઈન્ડિયન બેંક એસોસિએશન IBAએ ebkary પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ પર પણ તમામ બેંકોની પ્રોપર્ટીની ઈ-હરાજીની જાણકારી હાજર હોય છે. જેના પર ઈચ્છુક ગ્રાહક જાહેર થયેલી હરાજીમાં ભાગ લઈ શકે છે. નવી એપ જૂની એપની સરખામણીએ વધુ સારી હશે અને તેના થકી ગ્રાહકોને ઈ-હરાજી પ્રક્રિયામાં ભાગ લઈને ઘરની ખરીદી ઘણી સરળ રહેશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ