બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Protest among workers over Sabarkantha Lok Sabha candidate

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠા લોકસભાના ઉમેદવારને લઈને વિરોધનો વંટોળ, શોભનાબેન બારૈયાની હાજરીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો વિરોધ

Vishal Khamar

Last Updated: 02:15 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા લોકસભા બેઠક પર મહિલાને ટીકીટ આપતાની સાથે જ ભીખાજીનાં સમર્થકો દ્વારા રાજીનામાં આપી દીધા હતા. ત્યારે હજુ પણ આ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. આજે કાર્યકરો દ્વારા ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લા 3 દિવસથી વિરોધ યથાવત છે. ત્યારે અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીનાં સમર્થકો ફરી મેદાને ઉતર્યા છે. કાર્યાલયમાં ઉમેદવારોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરે ટિકિટ આપવાની સમર્થકોની ઉગ્ર માંગ છે. ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયનાં દરવાજા બંધ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવવી પડી હતી. 

ભીખાજીને ટીકીટ મળવી જોઈએ તેવી અમારી માંગ છે
આ બાબતે ભીખાજી ઠાકોરનાં સમર્થકે જણાવ્યું હતું કે, આયાતી ઉમેદવાર જે આવ્યા છે. તેનો અમે સખ્ત વિરોધ કરીએ  છીએ. તેમજ અમે ભીખાજીનાં વિરોધમાં આવ્યા છીએ. અને ભીખાજીને ટીકીટ મળવી જોઈએ તેવી અમારી માંગ છે. 

વધુ વાંચોઃ 'સોશ્યલ મીડિયામાં સમય ન બગાડો', ચૂંટણી પહેલા CR પાટીલને કાર્યકર્તાઓને મોટી ટકોર

અમને કાર્યાલયની અંદર જવા દેવામાં નથી આવતા
ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભારતીય જનતા પાર્ટીને ટિકીટ આપી હતી.  જે બાદ ખીભાજી દ્વારા પ્રચાર શરુ કર્યા બાદ ટિકીટ પાછી ખેંચી છે. જેથી અમે ભાજપનાં કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છીએ. તેમજ અમને કાર્યાલયમાં નથી જવા દેવામાં આવતા તેનો અમે વિરોધ કરીએ છીએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ