બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / રાજકોટ / CR Patil advised workers not waste time on social media

રાજકોટ / 'સોશ્યલ મીડિયામાં સમય ન બગાડો', ચૂંટણી પહેલા CR પાટીલને કાર્યકર્તાઓને મોટી ટકોર

Ajit Jadeja

Last Updated: 01:46 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બેઠક મળી હતી. જેમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કાલાવાડ રોડ પર પાટીલની ઉપસ્થીતીમાં લોકસભાના બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલન યોજાયું હતું. 

મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું 

રાજકોટના પ્રવાસે આજે સી.આર.પાટલી આવ્યા છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બેઠક મળી હતી. જેમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરી હતી. પાટીલે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવા કાર્યકરોને ટકોર કરી હતી. પાટીલે વધુમાં કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે. સહકાર, સંગઠન અને સરકારના ઘણા કામો છે. લોકોની વચ્ચે રહો અને મદદરૂપ બનો, સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ કાર્યકરોએ કરવું જોઇએ. ભાજપનો કાર્યકર સેવાભાવી કાર્યકર છે. જનતાની વચ્ચે રહી મદદરૂપ બનવું જોઇએ. ભાજપ કાર્યકરે સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ. મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું છે.

 

યોજનાઓ નાગરિકો સુધી પહોચાડવા ટકોર

લોકસભા ચૂંટણી જાહેર થઇ ચુકી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યુ છે. લોકોની વચ્ચે કાર્યકરોને વિકાસના કામો કર્યા છે તેને લઇને જવા પાટીલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. મોદી સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ સામાન્ય નાગરિકો સુધી પહોચાડવા પણ પાટીલે કાર્યકરોને ટકોર કરી છે. લાભાર્થીઓને સરકારની યોજનાનો હેતુ સમજાવી તેનો લાભ પહોચાડવાનું કાર્ય કરવા ટકોર કરી છે.

આ પણ વાંચોઃ CR પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર: રોષે ભરાયેલા રાજપૂત સમાજના આગેવાનો સાથે યોજશે બેઠક 

રાજકોટમાં ક્ષત્રિય સમાજ છે નારાજ

રાજકોટમાં આજે પાટીલ પહોચ્યા છે ત્યારે સંગઠન સાથેની મિટિગ બાદ તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવાના છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને લઇ રાજપૂત સમાજમાં ભારે રોષ છે. સી આર પાટીલ બેઠક કરી મામલો થાળે પાડવા પ્રયાસ કરશે. રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્‍પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે.  રાજપૂત સમાજનો રોષ જોતાં ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટ પહોંચ્યા છે. ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજનો રોષ થાળે પાડવા પાટીલની સમાજના આગેવાનો સાથે બેઠક યોજાશે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ