બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / property how to complain to the builder in rera step by step process

ફાયદાની વાત / મકાન કે પ્લોટ ખરીદવાનો છે પ્લાનિંગ? તો એલર્ટ! પહેલાં ચેક કરી લેજો આ સાઇટ, બચી જશે વધારાના લાખો રૂપિયા

Bijal Vyas

Last Updated: 05:36 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારો ફ્લેટ અથવા બંગલો લેવા જઈ રહ્યા છો, તો તેના માટે એક સરકારી સાઈટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેનાથી તમારા લાખો રૂપિયાની બચત થશે.

  • બિલ્ડરે જે રીતે કહ્યુ હોય તે પ્રમાણે ઘર ના મળે તો શું કરી શકાય?
  • રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં આ રીતે નોંધાવો ફરીયાદ
  • મકાન ખરીદતી વખતે બિલ્ડર સાથે કોઈ મૌખિક કરાર ન કરો

Complain to the builder in RERA:પહેલા લોકો પોતાની જમીન લેતા હતા અને પછી તેના પર ઘર બાંધતા હતા. પરંતુ, હવે એવું નથી. મોટા શહેરોમાં હવે લોકો બિલ્ડરો અને રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા બનાવેલા રહેણાંક પ્રોજેક્ટ્સમાં જ તૈયાર મકાનો ખરીદે છે. વ્યસ્ત જીવનમાં સમયની અછતને કારણે મોટાભાગના લોકો બિલ્ડરો પાસેથી જ મકાનો ખરીદે છે. જો તમે પણ તમારો ફ્લેટ અથવા બંગલો લેવા જઈ રહ્યા છો, તો તેના માટે એક સરકારી સાઈટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેનાથી તમારા લાખો રૂપિયાની બચત થશે. આવો જાણીએ આખરે શું છે...

ઘણીવાર એવું જોવા મળે છે કે બિલ્ડરો તમને મકાન વેચતી વખતે મોટા મોટા વચનો આપે છે, પરંતુ જ્યારે તમને તે મકાનનો કબજો મળે છે ત્યારે તેની હાલત જોઈને તમે નિરાશ થઈ જાવ છો. તમે વિચારવાનું શરૂ કરો કે હવે બિલ્ડર સામે શું કરી શકાય. કેટલીકવાર બિલ્ડરો તમને સુપર બિલ્ટ અપ એરિયાના નામે લાખોની છેતરપિંડી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પજેશન મળ્યા પછી પણ તમે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો.

Tag | VTV Gujarati

રેરા (RERA)બચાવશે તમારા લાખો રુપિયા
જો તમને લાગે છે કે, બિલ્ડરે તેનું વચન પૂરુ કર્યુ નથી અથવા તમને વચન મુજબ ઘર આપ્યું નથી, તો તમારી પાસે તમારી બધી સમસ્યાઓનો ચોક્કસ ઉકેલ છે. આ માટે તમારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં ફરિયાદ નોંધાવવી પડશે. વર્ષ 2016 માં, રિયલ એસ્ટેટમાં હાલની વિસંગતાઓને દૂર કરવા માટે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 બનાવ્યો હતો. આ અધિનિયમની જોગવાઈઓ તમને પૈસા પાછા મેળવવા અને તમારા અધિકારો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે.

જો તમને કબજો ન મળે, તો લો RERAની મદદ
રેરા ઘર ખરીદનારાઓને ઘરનો કબજો મેળવવામાં પણ મદદ કરે છે. ઘર ખરીદનાર તેના સેલ્સ એગ્રિમેન્ટ મુજબ પ્લોટ, એપાર્ટમેન્ટ અથવા સામાન્ય વિસ્તારનો કબજો મેળવવા માટે રેરાનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, જો પજેશન મળ્યાના પાંચ વર્ષમાં મિલકતમાં કોઈ માળખાકીય ખામી હોય તો, બિલ્ડરે કોઈપણ વધારાના ચાર્જ વિના 30 દિવસની અંદર તેને ઠીક કરવાની રહેશે.

પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો? મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાના છે 4  મોટા ફાયદા, જાણો | Thinking of buying a property? 4 major advantages of  buying property in women's name, know

ફરીયાદ કરવા માટે અપનાવો આ રીત
ઓનલાઈન ફરિયાદ કરવા માટે તમારે રેરાની વેબસાઈટ પર જવું પડશે. લોગ ઇન કર્યા પછી, ફરિયાદ વિકલ્પ પર જાઓ અને તમારી ફરિયાદ અને એગ્રિમેન્ટ પેપરની PDF અપલોડ કરો. રેરા ઓથોરિટી તમારી ફરિયાદની તપાસ કરશે. જો તે સાબિત થશે કે બિલ્ડર દ્વારા કરારની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. RERA માં ફરિયાદ નોંધાવવા માટે, ખરીદદારે નામ માત્રની ફી ચૂકવવી પડે છે. તે દરેક રાજ્યમાં અલગ અલગ છે. રેરામાં ફરિયાદ કરવા માટે સામાન્ય રીતે બેથી અઢી હજાર રૂપિયાની ફી ચૂકવવી પડે છે. મકાન ખરીદતી વખતે બિલ્ડર સાથે કોઈ મૌખિક કરાર ન કરો. જેથી ભવિષ્યમાં જ્યારે બિલ્ડર આ બાબતથી મોં ફેરવી લે તો તમે રેરામાં પુરાવા રજૂ કરી શકો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ