બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Priyanka Chopra's daughter was in NICU for 100 days after birth, said after hearing repeated heartbeats

મનોરંજન / પ્રિયંકા ચોપડાની દીકરી જન્મ બાદ 100 દિવસ હતી NICUમાં, કહ્યું હું વારંવાર હૃદય ધબકારા સાંભળતી પછી...

Megha

Last Updated: 05:24 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા અને નિકની પુત્રી માલતી મેરીનો જન્મ પ્રી-મેચ્યોર થયો હતો. એક રિપોર્ટ અનુસાર માલતીનો જન્મ તેના જન્મના ત્રણ મહિના પહેલા થયો હતો જેના કારણે તેમને 100 દિવસ સુધી NICUમાં રાખવામાં આવી હતી.

  • ત્રણ મહિના વહેલો થઈ ગયો પ્રિયંકા ચોપરાની દીકરી માલતીનો જન્મ 
  • દીકરી માટે રાતે જાગતી હતી પ્રિયંકા ચોપરા 
  • સરોગસીનો નિર્ણય કેમ લીધો?

પ્રિયંકા ચોપરા સમયાંતરે તેની પુત્રી માલતી સાથે વિતાવેલી પળોને સોશિયલ મીડિયા પર શેર કરે છે. હવે તાજેતરમાં, અભિનેત્રીએ પુત્રી માલતીના જન્મ પછીનો પોતાનો અનુભવ શેર કર્યો છે. માલતીની પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ હતી. જેના કારણે તેમને 100 દિવસ સુધી NICUમાં રાખવામાં આવી હતી. 

ત્રણ મહિના વહેલો થઈ ગયો માલતીનો જન્મ 
પ્રિયંકા અને નિકની પુત્રી માલતી મેરીનો જન્મ પ્રી-મેચ્યોર થયો હતો. એક રિપોર્ટ અનુસાર માલતીનો જન્મ તેના જન્મના ત્રણ મહિના પહેલા થયો હતો અને આવી સ્થિતિમાં પ્રિયંકા અને નિકને ખબર નહોતી કે માલતિ બચશે કે નહીં. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે બાળકીના જન્મ પછી ત્રણ મહિના સુધી કેલિફોર્નિયાની રેડી ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ચક્કર લગાવ્યા હતા. જણાવી દઈએ કે માલતીને આ હોસ્પિટલના NICUમાં દાખલ કરવામાં આવી હતી અને માલતીને એ પછી લોસ એન્જલસની સીડર્સ-સિનાઈ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાએ આ વિશે કહ્યું હજતું કે 'જ્યારે તે દુનિયામાં આવી ત્યારે હું ઓપરેટિંગ રૂમમાં જ હતી અને એ મારા હાથ કરતા ઘણી નાની હતી. મેં જોયું કે નર્સો શું કરે છે, તે ભગવાનનું કામ કરી રહી છે. નિક અને હું ત્યાં ઉભા હતા જ્યારે તે માલતીને મશીન સાથે જોડતા હતા. મને ખબર નથી કે તેના નાના શરીરને કેટલી મશીનો સાથે જોડવામાં આવ્યું હતું. અમે દરેક દિવસ તેની સાથે વિતાવ્યો છે. ક્યારેક તે મારી છાતી પર હતી તો ક્યારેક નીકની. મને ખબર નહોતી કે તે બચશે કે નહીં.

દીકરી માટે રાતે જાગતી હતી પ્રિયંકા ચોપરા 
પુત્રી ઘરે આવ્યા પછીનો અનુભવ શેર કરતા પ્રિયંકાએ આગળ કહ્યું, 'તમે જાણો છો કે તમારું બાળક જીવિત છે કારણ કે તમે તેના ધબકારા હોસ્પિટલમાં મોનિટર પર જોઈ શકો છો. ઘર આવ્યા બાદ હું ઘણા દિવસો સુધી સૂઈ શકી નહતી કારણ કે હવે અચાનક તે મોનિટર વગર ઘરે આવી ગઈ હતી. હું મારા કાન તેની છાતી પર રાખતી  દર બે મિનિટે તેના ધબકારા સાંભળતી હતી.

જ્યારે પ્રિયંકા દીકરીને ખવડાવતા સમયે ડરી ગઈ હતી
આ સાથે જ પ્રિયંકાએ  જણાવ્યું હતું કે તે કેવી રીતે તે હંમેશા પુત્રી માલતીને લઈને ડરેલી રહે છે. તેને જણાવ્યું હતું કે, 'મેં તેને પહેલીવાર કંઈક ખવડાવ્યું ત્યારે તે તેના ગળામાં ફસાઈ ગયું. મને લાગ્યું કે મએ તેનો ઇવ લઈ લીધો પણ એ પછી પરિવારે મને આ વાત સમજાવી છે. તેમણે કહ્યું કે ક્યારેક બાળકોના ગળામાં ખોરાક ફસાઈ જાય છે. ' તેણે આગળ કહ્યું, 'જ્યારે માલતી ખોરાક ખાય છે, ત્યારે તેની આસપાસ લગભગ સાત લોકો હોય છે. મારી માતા અને તેનો ભાઈ અને પછી નિકનો ભાઈ અને તેના માતા-પિતા.' પ્રિયંકાએ જણાવ્યું કે દીકરી માલતી કોની જેવી લાગે છે. ઘણા લોકો કહે છે કે તે નિક જેવી દેખાય છે પણ હું આ વાત પર વિશ્વાસ નથી કરતી.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

સરોગસીનો નિર્ણય કેમ લીધો?
પ્રિયંકાએ સરોગસી પસંદ કરવા વિશે વધુ વિગતવાર વાત ણથી કરી પણ એમને એમ જણાવ્યું હતું કે આ બધું તબીબી કારણોસર થયું છે. ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે 'મને ઘણા મેડિકલ કોમ્પલેક્શન થયા હતા... તેથી અમારા માટે આ એક ઘણું મહત્વપૂર્ણ પગલું હતું. હું ખુશ છું કે હું તે તબક્કે હતી, જ્યાં હું આ કરી શકી. અમારી સરોગેટ ખૂબ જ દયાળુ, અદ્ભુત અને રમુજી હતી અને તેને છ મહિના સુધી અમારી આ ખાસ ભેટનું ધ્યાન રાખ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ