ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / priyanka can contest elections from amethi or rae bareli prashant kishor has advised to enter the election field

આરંભ હૈ પ્રચંડ / મિશન 2022 માટે ગાંધી પરિવારમાં કોઈએ ન કર્યું તે કામ પ્રિયંકા કરશે, ભાઈનો બદલો લેવા પૂરી તૈયારી!

Published By: Premal

Last Updated: 01:40 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી વર્ષે યોજાનારી UP વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ અને UP પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી અથવા અમેઠીની કોઈ બેઠક પરથી મેદાનમાં ઝંપલાવી શકે છે. જો આવુ થાય તો પ્રિયંકા ગાંધી ગાંધી પરિવારની પ્રથમ સભ્ય હશે, જે વિધાનસભા ચૂંટણી લડશે. અગાઉ ગાંધી પરિવારના દરેક સભ્યોએ ફક્ત લોકસભા ચૂંટણી લડી છે.

ADVERTISEMENT

  • આગામી UP વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી
  • રાયબરેલી અથવા અમેઠીની કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી
  • જો આવુ થાય તો પ્રિયંકા વિ. ચૂંટણી લડનારી ગાંધી પરિવારની પ્રથમ સભ્ય

પ્રશાંત કિશોરે પણ પ્રિયંકાનું કર્યુ છે સુચન

સુત્રોનું કહેવુ છે કે પ્રિયંકાની પ્રથમ પસંદ અમેઠી છે, કારણકે અમેઠી પરથી રાહુલ ગાંધીની હારનો બદલો લેવા માટે અમેઠીમાં લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડશે. જેનાથી સ્મૃતિ ઈરાનીને 2024ની લોકસભા ચૂંટણીમાં મ્હાત આપી શકાય. થોડા દિવસ પહેલાં લખનઉમાં થયેલી બેઠકમાં એડવાઈઝરી કમિટીએ પ્રિયંકાને કહ્યું હતુ કે જો પ્રિયંકા ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તો કોંગ્રેસને UPમાં નવી તાકાત મળશે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ પ્રિયંકાને સૂચન કર્યુ હતુ કે તેમણે વિધાનસભા ચૂંટણીમાં જાતે મેદાનમાં ઉતરવુ જોઈએ.

પ્રિયંકાની ચૂંટણી માટે કોંગ્રેસીઓએ હાથ ધરી કવાયત

પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવા અથવા ના લડવા અંગે કોઈ સંકેત આપ્યા નથી, પરંતુ સુત્રોનું કહેવુ છે કે પ્રિયંકા ગાંધીની ઓફિસ તરફથી ચૂંટણીની તૈયારીઓનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. જેના માટે રાયબરેલી અને અમેઠીના ડેટા એકત્રિત કરવામાં આવ્યાં છે.

રાયબરેલી અને અમેઠી જ કેમ?

રાજકીય નિષ્ણાંતોનું કહેવુ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ગાંધી પરિવારનો દબદબો ઘટી ગયો છે. જ્યારે કોંગ્રેસ ચેરપર્સન સોનિયા ગાંધીનું આરોગ્ય કથળ્યાં બાદ રાયબરેલીમાં પણ ગાંધી પરિવારનો જનતા સાથે સંપર્ક ઘટી ગયો છે. એવામાં જો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો અમેઠી અને રાયબરેલીના વિસ્તારની જનતાનો સાથ ફરીથી કોંગ્રેસના સંબંધોમાં પ્રાણ પૂરશે. મહત્વનું છે કે, રાયબરેલી અને અમેઠી વર્ષોથી ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે અને પ્રિયંકા આ સંબંધોને નબળા પાડવા દેવા માંગતા નથી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદે ઔપચારિક રીતે કહ્યું છે કે UP વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા કોંગ્રેસનો ચહેરો હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Amethi Priyanka Gandhi Raebareli Sonia Gandhi rahul gandhi Elections from Amethi Raebareli

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ