બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Preparations in full swing for Vibrant Gujarat Summit 2024: 6 IAS officers to go abroad for campaign

Vibrant Gujarat Summit 2024 / વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની તૈયારીઓ પૂરજોશમાં: અહીંથી 6 IAS અધિકારીઓ પ્રચાર માટે જશે વિદેશ, જાણો કોને ક્યાં મોકલાશે

Malay

Last Updated: 02:46 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની તૈયારીઓ તેજ, ગુજરાતનું વૌશ્વિક સ્તરે પ્રમોશન કરવા રાજ્યના ઉદ્યોગ વિભાગે 6 IAS અધિકારીઓને સોંપી મહત્વની જવાબદારી.

  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2024 ગાંધીનગરમાં યોજાશે
  • ઉદ્યોગ વિભાગે વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ આરંભી
  • 6 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી

Gandhinagar News: ગાંધીનગર ખાતે આવતા વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેના કારણે અત્યારથી જ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવાની 6 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેઆ તમામ 6 આઈએએસ અધિકારી વિવિધ દેશોમાં જઈને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રોકાણના લક્ષ્ણાંક સાથે વાતચીત કરશે. 

પધારો મ્હારે દેશ: 5 વર્ષ બાદ જાન્યુ.2024માં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ,  કોરોનાને કારણે આયોજન ચડયા હતા ગોથે | Vibrant Gujarat Summit will be held in  Jan 2024 after 5 years

6 IAS અધિકારીઓને વિદેશ મોકલવાનું આયોજન
રાજ્યના ઉદ્યોગ વિભાગે ગુજરાતમાં ચોક્કસ લક્ષ્ણાંક સાથે રોકાણ થાય તેવા પ્રોઝન્ટેશન સાથે IAS અધિકારીઓને વિદેશ મોકલવાનું આયોજન કર્યું છે. આ માટે 6 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ IAS અધિકારીઓ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન સાથે વિવિધ દેશોમાં જશે. આ તમામ 6 અધિકારી અમેરિકા, સાઉદી અરેબિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, તાઈવાન, સાઉથ કોરિયા, વિએતનામ, જર્મની, ડેન્માર્ક અને ઈટલી જશે. આ બધા દેશોમાં ગુજરાત વતી રોડ શૉ પણ યોજાશે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલના  અધ્યક્ષસ્થાને મળશે કેબિનેટ બેઠક, ઉનાળામાં પીવાના પાણીના આયોજન સંદર્ભે થશે  ચર્ચા, નીતિ ...

ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
આ ઉપરાંત આ અધિકારીઓ જે-તે દેશમાં ઉદ્યોગપતિ-કંપનીઓના એમડી સાથે મુલાકાત કરશે. તેઓની સાથે બેઠક કરીને તેઓને ગુજરાતમાં રોકાણ થાય તે માટે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલા ગુજરાત સરકાર દ્વારા પ્રિ-વાઈબ્રન્ટ એમઓયુની પ્રક્રિયા જોરશોરથી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ 25 સેકટરમાં રૂ. 10.24 લાખ કરોડના 55,907 એમઓયુ થયા હતા. આ પૈકી છેલ્લા બે વર્ષ દરમિયાન 19,070 ઔદ્યોગિક એકમોએ તેમની કામગીરી હાથ ધરી છે. જેના પરિણામે રૂ. 21 હજાર કરોડનું મૂડી રોકાણ થયું છે, જ્યારે 4962 ઉદ્યોગોએ એમઓયુ કર્યા પછી રોકાણમાં પાછળ હટી ગયા હોવાનું બહાર આવ્યું છે.

વાઈબ્રન્ટ સમિટના પ્રચાર માટે 6 IAS વિદેશ જશે
- IAS જે.પી.ગુપ્તા અમેરિકા અને સાઉદી અરેબિયા જશે
- IAS અંજુ શર્મા સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જશે
- IAS અશ્વિનીકુમાર ડેલિગેશન સાથે જાપાન જશે
- IAS હરિત શુક્લા ફ્રાન્સ અને અમેરિકા જશે
- IAS વિજય નેહરા તાઈવાન, સાઉથ કોરિયા, વિએતનામ જશે
- IAS રાહુલ ગુપ્તા જર્મની, ડેન્માર્ક અને ઈટલી જશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ