બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Positive decision of Rajkot DEO, concession to wear favorite warm clothes given to students

પરિપત્ર / શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકોટ DEOનો હકારાત્મક નિર્ણય, વિદ્યાર્થીઓને આપી મનપસંદ ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ્ટી

Priyakant

Last Updated: 11:27 AM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Latest News: રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી નમ્રતા મહેતાએ કહ્યું કે, ખાનગી શાળાઓ સ્કુલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ કરે તેવી ફરિયાદ સ્કૂલ તપાસ દરમિયાન કે અન્ય કોઈ રીતે મળશે તો....

  • રાજકોટમાં જિલ્લા શિક્ષણધિકારીએ શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી બાળકો માટે પરિપત્ર 
  • વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કલરના કપડા માટે દબાણ નહી કરી શકાય-DEO 
  • કોઇ પણ ડિઝાઇનના જેકેટ કે સ્વેટર પહેરવા સ્કૂલ દબાણ નહિ કરી શકે-DEO
  • ઠંડીથી રક્ષણ માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ગરમ વસ્ત્રો પહેરી શકશે-DEO
  • ખાનગી શાળાઓ સ્કૂલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ નહિ કરી શકે-DEO

Rajkot News : રાજકોટ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ રાજકોટમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકોટ DEO દ્વારા હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી રાજકોટની તમામ શાળાઓમાં ગરમવસ્ત્રોને લઇ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના કપડા માટે દબાણ નહીં કરવાનો આદેશ કરાયો છે. આ સાથે DEOએ ઠંડીથી રક્ષણ માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ગરમ વસ્ત્રો પહેરી શકશે તેવો આદેશ કર્યો છે. 

રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી નમ્રતા મહેતાએ શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી એક પરિપત્ર કર્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શિયાળાની ઠંડીને ધ્યાને લઈ કોઇ પણ ડિઝાઇનના જેકેટ કે સ્વેટર પહેરવાની છૂટ આપવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે કહ્યું છે કે, ઠંડીથી રક્ષણ માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ગરમ વસ્ત્રો પહેરી શકશે. ખાનગી શાળાઓ સ્કુલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે. 

શું કહ્યું જિલ્લા શિક્ષણ અધિકારીએ ? 
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી નમ્રતા મહેતાએ કહ્યું કે, રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓમાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તેવા યુનિફોર્મની સાથે ગરમ વસ્ત્રો પહેરવાની પણ છૂટ આપવામાં આવી છે. આ સાથે ખાનગી શાળાઓ સ્કુલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ કરે તેવી ફરિયાદ સ્કૂલ તપાસ દરમિયાન કે અન્ય કોઈ રીતે મળશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ