બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / poll of polls yogi adityanath top choice as up cm likely to retain power sp gains ground but far from majority 2022
Last Updated: 10:21 AM, 18 January 2022
ADVERTISEMENT
યોગી આદિત્યનાથ આ સમયે સીએમની રેસમાં સૌથી આગળ
ગ્રાઉન્ડ જીરો રિસર્ચના ઓપિનિયન પોલ મુજબ યોગી આદિત્યનાથ આ સમયે સીએમની રેસમાં સૌથી આગળ છે અને અખિલેશ યાદવ બીજા નંબર પર છે. 2022માં એક વાર ફરી યોગી આદિત્યનાથની વાપસીના એંધાણ છે. સતત બીજી વાર યુપીના મુખ્યમંત્રી બનીને યોગી આ વખતે ઈતિહાસ રચી શકે છે.
ADVERTISEMENT
ઈન્ડિયા ટીવી ગ્રાઉન્ડ જીરો ઓપિનિયન પોલ
ઈન્ડિયા ટીવી ગ્રાઉન્ડ જીરો ઓપિનિયન પોલના જણાવ્યાનુસાર આ અંગે 2022માં યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 230થી 235 સીટો મળવાનો અંદાજો છે. જ્યારે સપા ગઠબંધનને 160થી 165, બીએસપીને 2થી 5 સીટ અને કોંગ્રેસને 3થી 7 સીટો તથા અન્યને 1થી 3 સીટ મળવાનું અનુમાન છે. ગત વખતની સરખામણીએ ભાજપની લગભગ 90 સીટ ઘટી રહી છે. પરંતુ સરકાર ભાજપ જ બનાવશે. યોગી આદિત્યનાથ પૂર્ણ બહુમતથી ફરી સરકાર બનાવશે. ત્યારે સપાના અખિલેશ યાદવની સીટ વધતે પણ બહુમતથી દુર રહેશે. ગોરખપુર શહેર સીટથી ચૂંટણી લડી રહેલા યોગી જીત નોંધાવશે. પોલમાં યોગીને રિકોર્ડ વોટ મળવાનો અંદાજો છે. ત્યારે સિરાથૂ સીટથી ચૂંટણી લડી રહેલા ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય ઓછા માર્જીનથી જીતશે.
ADVERTISEMENT
.jpg)
ટાઈમ્સ નાઉ- વીટો ઓપિનિયન પોલ
ADVERTISEMENT
ટાઈમ્સ નાઉ- વીટોના ઓપિનિયન પોલ અનુસાર યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય સીએમ ઉમેદવાર છે. તે 53.4 ટકા લોકોની સીએમ તરીકેની પસંદગી છે. જ્યારે 31.5 ટકા લોકો અખિલેશ યાદવને મુખ્યમંત્રીના રુપમાં ઈચ્છે છે. સર્વે મુજબ ભાજપના 227-254 વિધાનસભા સીટ મળવાની શક્યતા છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 136-151 સીટ મળી શકે છે. માયાવતીના બહુજન સમાજ પાર્ટીને ફક્ત 8-14 સીટ મળી શકે છે. ત્યારે કોંગ્રેસને ફક્ત 6-11 સીટો પર સંતોષ કરવો પડી શકે છે.
સી વોટર ઓપિનિયન પોલ
ADVERTISEMENT
સી વોટર ઓપિનિયન પોલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધનને 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી 7 ચરણોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં 229 સીટ જીતવાનું અનુમાન છે. જો કે સર્વેક્ષણથી ખબર પડે છે કે ભાજપને 90 થી વધારે સીટનું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ પાર્ટી સરળતાથી ઘણું મેળવી શકે છે.

ADVERTISEMENT
આ 5 રાજ્યોમાં ચૂંટણી
સમાજવાદી પાર્ટીના નેતૃત્વ વાળા ગઠબંધનો 151 સીટ જીતવાનું અનુમાન છે. 2017ના પરિણામની સરખામણીએ સપા ગઠબંધન 103 સીટો પર મોટી છલાંગ લગાવી શકે છે. પરંતુ હજું પમ બહુમતથી ઘણી દૂર છે. ભાજપે 41.5 ટકાના અંદાજિત વોટ શેરની સાથે 2017 વિધાનસભા ચૂંટણીમાં પોતાના 41 ટકા વોટ શેર યથાવત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વોટની ગણતરી 10 માર્ચે થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.