બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'PoK is a part of India', Rajnath Singh did not give such a statement, there are 5 big reasons behind it

ચર્ચાસ્પદ મુદ્દો / 'PoK ભારતનો જ હિસ્સો...', રાજનાથ સિંહે કંઇ એમ જ નથી આપ્યું આવું નિવેદન, પાછળ છે 5 મોટા કારણ

Megha

Last Updated: 10:11 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સંસદમાં પીઓકે અંગે સર્વસંમત ઠરાવ છે કે તે ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. આ હેતુ અંગે સંસદમાં એક નહીં પરંતુ ત્રણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. -રક્ષા મંત્રી રાજનાથ સિંહ

  • PoK પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું
  • ત્યાંના લોકો અમને ભારતનો હિસ્સો બનાવી દો એવા નારા લગાવી રહ્યા છે
  • પાકિસ્તાન સરકાર કાશ્મીરની રટ લગાવીને ન બેસો તમારા ઘરનું ધ્યાન રાખો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હવે તમે જોઈ રહ્યા છો કે પીઓકેમાં શું થઈ રહ્યું છે. મને લાગે છે કે આપણે વધારે કરવાની જરૂર નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પર જે જુલમ થઈ રહ્યો છે, ત્યાંથી માંગ ઉઠે છે કે અમારે ભારતનો હિસ્સો બની જવું છે તમે એ પણ જોયું હશે કે ત્યાંના લોકો અમને ભારતનો હિસ્સો બનાવી દો એવા નારા લગાવી રહ્યા છે. આ નાની વાત નથી. 

PoK  ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે
તેમણે ચેતવણી આપતાં કહ્યું કે હું પાકિસ્તાન સરકારને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કાશ્મીરની રટ લગાવીને ન બેસો તમારા ઘરનું ધ્યાન રાખો. જે રીતે પરિસ્થિતિ છે, તેમાં કંઈ થાય તો નવાઈ નહીં. પીઓકે પર ગેરકાયદેસર કબજો કરીને પાકિસ્તાનને અધિકાર નથી મળતો. તેમણે કહ્યું કે ભારતની સંસદમાં પીઓકે અંગે સર્વસંમત ઠરાવ છે કે તે ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. આ હેતુ અંગે સંસદમાં એક નહીં પરંતુ ત્રણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.

ચાલો પાંચ મુદ્દાઓમાં સમજીએ કે રાજનાથ સિંહે પીઓકેને લઈને આ નિવેદન શા માટે આપ્યું?

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે
પાકિસ્તાનની દુર્દશા જાણીતી છે. પાકિસ્તાને પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. પાકિસ્તાન હાલમાં 50 વર્ષમાં સૌથી વધુ મોંઘવારી દર સાથે ઝઝૂમી રહ્યું છે. જેના કારણે ત્યાંની વસ્તીનો મોટો ભાગ ગરીબીથી પીડાઈ રહ્યો છે. આ સાથે જ પાકિસ્તાનનું આર્થિક મોડલ વિદેશી લોન પર ખૂબ આધાર રાખે છે, જે સરકારને બાહ્ય સહાય પર નિર્ભર કરે છે અને દેશને નાદારીનું જોખમ બનાવે છે. 

ભારતીય કાશ્મીરના લોકો પણ પીઓકેને શામેલ કરવાની માંગ કરી 
સમગ્ર જમ્મુ-કાશ્મીરને એક કરવા માટે માત્ર પીઓકેમાં જ નહીં પરંતુ ભારતીય કાશ્મીરમાં પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અકેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ પહેલા જ કહી ચુક્યા છે કે પીઓકેને આઝાદ કરવાનો અને તેને ભારતમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે. 

ભારતીય અને PoK વચ્ચે પ્રવાસન ઉદ્યોગમાં મોટો તફાવત 
જમ્મુ અને કાશ્મીરમાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પ્રવાસન રહ્યો છે. આતંકવાદના કારણે ખીણમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ પ્રભાવિત થયો હતો પણ 370ને હટાવ્યા બાદ અહીંની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હતો. સરકાર અહીં પર્યટનને પુનર્જીવિત કરવા માંગે છે, જેના પરિણામો દેખાવા લાગ્યા છે, પરંતુ પીઓકેમાં એક સુંદર પર્યટન સ્થળ હોવા છતાં, ત્યાંની અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો નથી મળી રહ્યો.

PoKના ઘણા નેતાએ ભારતમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી 
પાકિસ્તાન પર વધી રહેલા દેવાને કારણે પીઓકેમાં રહેતા ત્યાંના લોકોએ પાકિસ્તાન સરકાર સામે બળવો કર્યો. પાકિસ્તાનમાં કોઈપણ સરકાર બને એ છતાં પીઓકેની સ્થિતિમાં સુધારો થતો નથી. આ જ કારણ છે કે  ત્યાંના ઘણા નેતાઓ પાકિસ્તાનના કબજામાંથી આઝાદી ઈચ્છે છે.

ભારતીય કાશ્મીરની માથાદીઠ આવક 
અંહિયા રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં એક મહત્વની વાત કહી કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારતીય કાશ્મીરનો વિકાસ અને લોકોમાં સમૃદ્ધિ પરત જોઈ રહ્યા છે અને આ જ કારણ છે કે ત્યાંના લોકો ભારતનો હિસ્સો બનવાની વાત કરી રહ્યા છે.  પીઓકેના લોકો સતત જોઈ રહ્યા છે કે કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની ગતિ કેટલી ઝડપથી વધી છે. લોકોનું જીવન બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં પીઓકેના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે કોઈ આકર્ષણ બાકી નથી.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ