બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 AM, 18 January 2022
ADVERTISEMENT
PM નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા સંબોધનની એક ક્લિપને શેર કરતા કોંગ્રેસે તેમના પર નિશાન સાધ્યું છે. આની સાથે સાથે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે

ADVERTISEMENT
એ ક્લિપ શેર કરવામાં આવી રહી છે જેમાં પીએમ બોલતા બોલતા અટકી જાય છે
કોરોના કાળમાં પીએમ મોદી દાવોસ એજન્ડા સમિટમાં વર્ચ્યૂઅલી સામેલ થયા હતા. જે ક્લિપ શેર કરવામાં આવી રહી છે. જેમાં તેઓ પોતાના સંબોધન દરમિયાન બોલતા બોલતા અટકી જાય છે. આના પર કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. આરોપ છે કે ટેલિપ્રોમ્પ્ટર રોકાઈ જવાના કારણે પીએમ આગળ ન બોલી શક્યા.
ADVERTISEMENT
इतना झूठ Teleprompter भी नहीं झेल पाया।
— Rahul Gandhi (@RahulGandhi) January 18, 2022
ADVERTISEMENT
આટલુ જૂઠ્ઠાણું તો ટેલિપ્રોમ્પ્ટર પણ ન સહી શક્યું.
રાહુલ ગાંધીએ લખ્યુ, આટલુ જુઠ્ઠાણું તો ટેલિપ્રોમ્પ્ટર પણ ન સહી શક્યુ. ત્યારે કોંગ્રેસે લખ્યું કે હવે ટેલિપ્રોમ્પ્ટર વાળા વ્યક્તિ બોલી રહ્યો હશે, ઠીક છે જાવ છું દુઆઓમાં યાદ રાખજો.
ADVERTISEMENT
ભાજપને બચાવ જવાબ
બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કાઉન્ટર અટેક પણ કરવામાં આવ્યો છે. જેવા દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ લખ્યુ કે ટેક્નિકલ ખામી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ તરફથી આવી હતી. જેના કારણે પીએમએ સંબોધન રાખ્યુ. કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા જેમાં ખબર પડે છે કે ખામી ટેલિપ્રોમ્પ્ટરમાં નહોતી આવી હતી. બલ્કે મેનેજિંગ ટીમે પીએમને રોકાઈને એ પુછવા કહ્યુ હતુ કે તમામને તેમનો અવાજ આવી રહ્યો છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.