બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / PM Modis historic road show begins in Ahmedabad

ગુજ'રાજ'2022 / PM મોદીના રોડ શૉમાં અમદાવાદ હિલોળે ચડ્યું હોય તેવા દ્રશ્યો, હજારોની સંખ્યામાં લોકો દોડતા-નાચતા દેખાયા

Mahadev Dave

Last Updated: 06:12 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં અમદાવાદ ખાતે PM મોદીનો 50 કિમી લાંબા રોડ શોનો નરોડા વિસ્તારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

  • અમદાવાદમાં PM મોદીનો રોડ શો
  • 50 કિમી લાંબા રોડ શો દરમિયાન ઠેર-ઠેર સ્વાગત 
  • 14 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું જંગી મતદાન શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ત્યારે બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો નો નરોડા વિસ્તારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ દરમિયાન લોકો હજારોની સંખ્યામાં દોડતા-નાચતા દેખાયા હતા. 

અમદાવાદમાં 32 કિમી લાંબો રોડ શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબો જાજરમાન રોડ શો યોજાઇ રહ્યો છે.  પીએમ મોદીનો અમદાવાદમાં આ પહેલો રોડ શો છે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હતી. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 14 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.  મહત્વનું છે કે ગુજરાત ચુંટણીને લઇને મોદીએ સુરતમાં પણ 50 કિમી લાંબો રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે. જેને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા છે.

PMના રોડ શોને પગલે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં રોડ શોના રુટ દરમિયાન શિવરંજની નજીક PM મોદી માટે અનોખી ભેટ તૈયાર કરવામાં આવી છે. કે.કે જ્વેલર્સે PM મોદીની ચાંદીની મુર્તી તૈયાર કરી છે. જે લગભગ 3 હજાર 800 ગ્રામ ચાંદીની બનાવાઇ છે.


 


2 ડિસેમ્બરે PM મોદી જાહેરસભાને સંબોધશે 
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેને લઇને અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા PMની જંગી સભા સંબોધશે.  આવતીકાલે 2 ડિસેમ્બરે PM મોદી જાહેરસભાને સંબોધશે કરશે. સરસપુર ખાતે PM મોદી જાહેરસભાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે વિક્રમ મિલના કમ્પાઉન્ડ ખાતે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા અને લોકો માંટે વ્યવ્સ્થા ગોઠવવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi અમદાવાદ ગુજરાત ચુંટણી ગુજરાત પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Gujarat Elections 2022
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ