બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi will listen to the grief of the victims of Sandeshkhali, Mamata Banerjee's government is on the back foot

પ.બંગાળ / સંદેશખાલીની પીડિતાઓનું દુ:ખ સાંભળશે PM મોદી, બેકફૂટ પર આવી મમતા બેનર્જીની સરકાર

Vishal Dave

Last Updated: 05:02 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની કથિત ઉત્પીડનનો મામલો સતત જોર પકડી રહ્યો છે. ભાજપ સહિત રાજ્યની વિપક્ષી પાર્ટીઓ મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની કથિત ઉત્પીડનનો મામલો સતત જોર પકડી રહ્યો છે. ભાજપ સહિત રાજ્યની વિપક્ષી પાર્ટીઓ મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે. 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંદેશખાલીના પીડિતોને મળશે. સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

હાઈકોર્ટની પરવાનગી લઇને સંદેશખાલીની મુલાકાત 

જ્યારથી સંદેશખાલીનો મામલો સામે આવ્યો છે ત્યારથી ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓના અનેક નેતાઓ ઘટનાસ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, બંગાળ પ્રશાસને શરૂઆતમાં નેતાઓને સંદેશખાલી જવાની મંજૂરી આપી ન હતી, ત્યારબાદ હાઈકોર્ટની પરવાનગી લીધા પછી, વિધાનસભામાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારી સહિત ભાજપના કેટલાક ધારાસભ્યો સંદેશખાલી પહોંચ્યા અને સ્થાનિક લોકોને મળ્યા.

ભાજપના પશ્ચિમ બંગાળ એકમના વડા સુકાંત મજુમદારે કહ્યું છે કે વડાપ્રધાન મોદી 6 માર્ચે રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બારાસાતમાં મહિલા રેલીને પણ સંબોધિત કરી શકે છે. તેમણે કહ્યું કે " વડાપ્રધાન 6 માર્ચે રાજ્યની મુલાકાત લેશે અને બારાસતમાં મહિલા રેલીને સંબોધિત કરશે," જ્યારે પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન ઉત્તર 24 પરગણા જિલ્લામાં સંદેશખાલીની મહિલાઓને મળશે. મજુમદારે કહ્યું, "જો સંદેશખાલીની બહેનો અને માતાઓ વડા પ્રધાન મોદીને મળવા માંગે છે, અમે ચોક્કસપણે તેની વ્યવસ્થા કરીશું."

આ પણ વાંચોઃ સંદેશખાલીમાં ફરી ભયંકર તણાવ: ઝૂંપડપટ્ટીઓમાં લગાવી દેવાઈ આગ, TMC નેતાના ભાઈ પર ગંભીર આરોપ

બંગાળના પોલીસ મહાનિર્દેશક પહોંચ્યા હતા સંદેશખાલી

બીજી તરફ પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારનું કહેવું છે કે પોલીસ સંદેશખાલીના દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજીવકુમાર કે જેઓ બુધવારે સંદેશખાલી ગયા હતા અને પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના અશાંત વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ત્યાં રાતભર રોકાયા હતા, ત્યાં મહિલાઓ પર અત્યાચારના દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. કુમારે ધમાખલીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળીશું, જો કોઈ ઘટના હશે તો અમે દોષિતો સામે કડક પગલાં લઈશું અને જો લોકો અત્યાચારમાં સંડોવાયેલા જણાશે, તો અમે તેમની સામે કડક એક્શન લઇશું 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ