બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi urges states to clear pending power sector dues as soon as possible

આર્થિક / 'ઈમાનદારીથી પાવર કંપનીઓનું દેવું ચૂકવો', આંકડો જાહેર કરતા PM મોદીએ રાજ્યોને કર્યો ખાસ આગ્રહ

Hiralal

Last Updated: 03:04 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને વીજ વીતરણ કંપનીઓનું બાકી દેવું તાત્કાલિક ચુકવી દેવાનો આગ્રહ કર્યો છે.

  • પીએમ મોદીની રાજ્યોને મોટી અપીલ
  • રાજ્યો પાવર સેક્ટરની બાકી રકમની ચુકવણી કરે
  • વીજ વીતરણ કંપનીઓનું રાજ્યો પર 2.5 લાખ કરોડનું દેવું બાકી 

રાજ્યો પાવર સેક્ટર કંપનીઓનું ઘણું મોટું દેવું લઈને બેઠા છે અને તેમણે હજુ સુધી આ દેવું ચુકવ્યું નથી અને હવે પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દો હાથમાં લીધો છે અને તેમણે રાજ્યોને તાત્કાલિક દેવું ચુકવી દેવાનો આગ્રહ રાખ્યો છે. 

પીએમ મોદીએ રાજ્યોને અપીલ કરતા કહ્યું કે તેમણે વહેલી તકે પાવર સેક્ટર કંપનીઓની બાકી રકમ ચુકવી દેવી જોઈએ. તેમણે કહ્યું કે આ રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રનીતિ અને રાષ્ટ્ર નિર્માણનો સવાલ છે. જે રાજ્યોની બાકી રકમ બાકી છે તેમને મારી વિનંતી છે કે તેઓ જલદીથી બાકી રકમની ચુકવણી કરી આપે. 

પાવર કંપનીઓનું રાજ્યો પર 2.5 લાખ કરોડનુ દેવું બાકી 

મોદીએ કહ્યું કે આપણી વિતરણ સેક્ટરમાં ખોટ ડબલ આંકડામાં છે. ભાગ્યે જ કદાચ એવું બન્યું હશે કે વિતરણ કંપનીઓને સમયસર પૈસા મળ્યાં હોય. વીજ વીતરણ કંપનીઓના આ રાજ્યો પર મોટું દેવું બાકી છે. અલગ અલગ રાજ્યોનું અલગ અલગ રીતે વીજ વિતરણ કંપનીઓનું 2.5 લાખ કરોડનું દેવું બાકી છે. 

આઠ વર્ષમાં દેશમાં લગભગ 1.70 લાખ વીજ વિતરણ 
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દેશમાં લગભગ 1.70 લાખ વીજ વિતરણ થયું છે. પીએમ મોદીએ કહ્યું કે ઊર્જા અને પાવર સેક્ટર આગામી 25 વર્ષમાં ભારતની વિકાસની ગતિમાં મોટી ભૂમિકા ભજવશે. 

સોલર ઊર્જામાં ભારત 5 દેશોમાં ટોચના સ્થાને 

પીએમ મોદીએ કહ્યું કે સ્થાપિત સોલર ઊર્જાની પરિભાષામાં ભારત 4-5 દેશમાં ટોપ પર છે. વિશ્વના ઘણા મોટા સોલર પાવર પ્રોજેક્ટના પ્લાન્ટ ભારતમાં છે. 

આઠ વર્ષ પહેલા વીજળી હાલત ખરાબ હતી આજે ખૂબ સારી થઈ

પીએમ મોદીએ કહ્યું કે આઠ વર્ષ પહેલા ઈલેક્ટ્રીક ગ્રીડમાં મોટી મુશ્કેલી હતી. ત્યારે ખૂબ નિષ્ફળતા મળતી હતી. એક બાજુ વીજળીનો ઉપયોગ વધી રહ્યો હતો. તો બીજી બાજુ ઉત્પાદન ઘટી રહ્યું હતું અને વીજ વિતરણની હાલત ખૂબ ખરાબ થઈ હતી પરંતુ આજે તેમાં ખૂબ સુધારો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ