બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi laid foundation stone of International Cricket Stadium in Kashi, said 'One place of Shiva Shakti is on Moon and another is in Kashi'

PM મોદીની ભેટ / કાશીના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો PM મોદીએ કર્યો શિલાન્યાસ, કહ્યું 'શિવશક્તિનું એક સ્થાન ચંદ્ર પર તો બીજું કાશીમાં'

Megha

Last Updated: 03:58 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ 451 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરતાં કહ્યું કે આ સ્ટેડિયમ માત્ર વારાણસીના નહીં પરંતુ પૂર્વાંચલના યુવાનો માટે પણ વરદાન સાબિત થશે.

  • PM મોદીએ કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો
  • શિવશક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે અને બીજું અહીં  - PM મોદી
  • ફરી એકવાર વડાપ્રધાન અનેક ભેટો લઈને કાશી આવ્યા-  CM યોગી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે વારાણસી પહોંચેલા સીએમ યોગી પણ હાજર હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાશીની આ મુલાકાતને સુવર્ણ અધ્યાય ગણાવી હતી. 

કાશીના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો PM મોદીએ કર્યો શિલાન્યાસ
આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 451 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આ સ્ટેડિયમ માત્ર વારાણસીના યુવાનો માટે જ નહીં પરંતુ પૂર્વાંચલના યુવાનો માટે પણ વરદાન સાબિત થશે. જ્યારે આ સ્ટેડિયમ તૈયાર થશે ત્યારે એક સાથે 30 હજારથી વધુ લોકો બેસીને મેચ જોઈ શકશે. આ સ્ટેડિયમનું આર્કિટેક્ચર ભગવાન શિવથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું છે જેમાં અર્ધચંદ્રાકાર આકારનું છત આવરણ, ત્રિશૂળ આકારની ફ્લડ લાઇટ્સ અને ઘાટ જેવી બેઠક વ્યવસ્થા જેવી ડિઝાઇન છે. 

ફરી એકવાર વડાપ્રધાન અનેક ભેટો લઈને કાશી આવ્યા-  CM યોગી 
આ ઉપરાંત તેઓ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન અને ઈનામ વિતરણ સમારોહમાં પણ ભાગ લેશે. તેઓ રૂ. 1,115 કરોડના ખર્ચે 16 નવનિર્મિત અટલ નિવાસી શાળાઓનું પણ ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ફરી એકવાર વડાપ્રધાન અનેક ભેટો લઈને કાશી આવ્યા છે અને ઉત્તર પ્રદેશમાં બીસીસીઆઈ દ્વારા પ્રથમવાર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યના તમામ રમતપ્રેમીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિનંદન છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રોજર બિન્ની, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, કપિલ દેવ, કરસન ઘાવરી, દિલીપ વેંગસરકર, મદન લાલ, ગુંડપ્પા વિશ્વનાથ, ગોપાલ શર્મા વગેરે  ક્રિકેટરોનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં BCCI સેક્રેટરી જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા હાજર રહ્યા હતા.

શિવશક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે અને બીજું અહીં 
પીએમ મોદીએ કહ્યું કે આજે હું એવા દિવસે કાશી આવ્યો છું જ્યારે ચંદ્રના શિવશક્તિ બિંદુ પર ભારતના આગમનને એક મહિનો પૂરો થઈ રહ્યો છે. શિવશક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે અને બીજું શિવશક્તિનું સ્થાન અહીં કાશીમાં છે. તેમણે કહ્યું કે કાશીમાં આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Varanasi Visit PM Narendra Modi PM modi Varanasi Cricket Stadium આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ પીએમ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Varanasi Cricket Stadium
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ