બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi affirms, "I am confident she will be a great President

રાષ્ટ્રપતિ ચૂંટણી / NDAએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ પર પ્રધાનમંત્રી મોદીનું ખાસ નિવેદન, જાણો શું બોલ્યાં

Hiralal

Last Updated: 03:53 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NDA દ્વારા દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ એક ખાસ નિવેદન આપ્યું છે.

  • NDAએ દ્રોપદી મુર્મને જાહેર કર્યાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
  • દ્રોપદી મૂર્મુ પર પ્રધાનમંત્રીએ આપ્યું નિવેદન
  • કહ્યું, દ્રોપદી મૂર્મુ મહાન રાષ્ટ્રપતિ સાબિત થશે
  • દેશને મૂર્મુના અનુભવ અને કરુણાસભર સ્વભાવનો મોટો લાભ મળશે

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે દ્રોપદી મુર્મૂ દેશના મહાન રાષ્ટ્રપતિ બની રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે દેશને દ્રોપદી મૂર્મુના નીતિગત અનુભવો અને કરુણાસભર સ્વભાવનો મોટો લાભ મળશે.

તેમણે કહ્યું કે મુર્મુને વહિવટીય કામનો બહોળો અનુભવ છે અને તેઓ ઉમદા રાષ્ટ્રીય કાર્યકાળ ધરાવે છે. 

NDAએ દ્રોપદી મુર્મૂને જાહેર કર્યાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર 
દેશને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ મળી શકે છે કારણ કે ભાજપની આગેવાની વાળા એનડીએ ગઠબંધને આદિવાસી નેતા અને ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

વિપક્ષ બાદ હવે શાસક પાર્ટી એનડીએ પણ તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. મંગળવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સંસદીય બોર્ડની બેઠક મળી હતી જેમાં  દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. સંસદીય પક્ષની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે એનડીએ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 

વિપક્ષે યશવંત સિંહાને બનાવ્યાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
વિપક્ષે ટીએમસીના પૂર્વ નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે.  વિપક્ષની આજે મળેલી બેઠકમાં યશવંત સિંહાને સર્વાનુમતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. આ બેઠકમાં ભાગ લેતા પહેલા યશવંત સિન્હાએ ટ્વીટ કર્યું, "TMCમાં મને જે સન્માન અને સન્માન આપ્યું છે તે માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હવે સમય છે જ્યારે, એક વિશાળ રાષ્ટ્રીય હેતુ માટે, મારે પક્ષથી દૂર જવું જોઈએ અને વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને ખાતરી છે કે પાર્ટી મારા આ પગલાને સ્વીકારશે. TMCમાં  આજે મળનારી વિપક્ષની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ મૂકશે. જાણકારી મુજબ તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા આ મામલે ચર્ચા કર્યા બાદ સિન્હાએ આ પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી છે.

18 જૂલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી
વિપક્ષ અને શાસક એમ બન્નેએ રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરી દીધા છે એટલે હવે યશવંત સિંહા અને દ્રોપદી મુર્મૂ વચ્ચે ચૂંટણી થશે. 
18 જૂલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. 

25મીએ રાષ્ટ્રપતિનું નામાંકન દાખલ કરશે મુર્મુ
દ્રોપદી મુર્મુ 25મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું નામાંકન દાખલ કરી શકે છે એવું સૂત્રોએ જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ