બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Places to visit in or near Ahmadabad with guests this Diwali

ટ્રાવેલ / દિવાળીમાં તમારા ઘરે મહેમાન આવે તો આ જગ્યાઓએ લઈ જજો, ખુશ થઈ જશે

Published By: Shalin

Last Updated: 07:51 PM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી નજીક આવી રહી છે અને આ સાથે જ બીજા ગામમાં અથવા શહેરમાં રહેતા મહેમાનો આપણા ઘરે પધારશે. હવે મહેમાનોને ફરવા માટે ક્યાં લઇ જવા એના માટે લોકો મૂંઝવણ અનુભવે છે. તો બિલકુલ ચિંતા કરતા નહિ! અમે આવી ગયા છીએ અમદાવાદની અંદરની અને આસપાસની 8 જગ્યાઓ સાથે જ્યાં તમે મહેમાનોને લઈ જઈ શકો છો.

અમદાવાદની નજીકની પીકનીક જગ્યાઓ 

થોળ બર્ડ પાર્ક

અમદાવાદથી આશરે 30 કિમીના અંતરે અમદાવાદ કડી હાઇવે પાસે આવેલ થોળ બર્ડ પાર્ક એક મોટું સરોવર છે. આ સરોવરમાં 150 જાતના પક્ષીઓ આવે છે. શિયાળો આ જગ્યાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. અહીં ખુબ સરસ ફોટોઝ ક્લિક થઇ શકે છે. 

અંતર : આશરે 30 કિમી 

જગ્યા : સરોવર અને પક્ષી અભ્યારણ્ય

થોળ બર્ડ પાર્ક

નળ સરોવર

અમદાવાદથી આશરે 62 કિમી દુર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ નળ સરોવરમાં 210 જાતના પક્ષીઓ આવે છે. શિયાળામાં સવારે 5-6 વાગે અહીં મોટી પાંખ વાળો રાજહંસ આવે છે. આશ્ચર્યજનક રીતે આખા સરોવરમાં પાણીની ઉંડાઇ ફક્ત 3 થી 4 ફૂટ જેટલી જ છે. અહીં બોટિંગની મજા માણી  શકાય છે. 

અંતર : આશરે 62 કિમી 

જગ્યા : સરોવર અને પક્ષી અભ્યારણ્ય 

નળ સરોવર

ઝાંઝરી ધોધ

અમદાવાદથી આશરે 73 કિમી દૂર ઝાંઝરી એક નાનકડો ધોધ છે. અહીં શાંત જગ્યાની બહુ ઓછા લોકો મુલાકાત લે છે અને નદીનો ખળખળ પ્રવાહ વહે છે. અહીં પગ પલાળી શકાય છે પણ નહાવું જોખમી છે. અહીં ખાવાપીવાનું મળતું નથી આથી પીવાનું પાણી અને ખાવાનું લેવાનું ભૂલતા નહિ.

અંતર : આશરે 73 કિમી 

જગ્યા : નદી અને નાનકડો ધોધ 

ઝાંઝરી ધોધ

પોળો ફોરેસ્ટ

અમદાવાદથી આશરે 162 કિમી દૂર ઇડર પાસેના આભાપુર ગામમાં રાજસ્થાનની સરહદને અડીને પોળો જંગલ આવેલું છે. આ ગાઢ જંગલમાં દીપડા ઝરખ સહિતના જંગલી જાનવરો રહે છે. આ ઋતુમાં અહીં લીલાછમ વૃક્ષો ઉગી નીકળે છે. અહીં થોડું ચાલવાની તૈયારી રાખવી પડશે. અહીં વર્ષો જુના હિન્દુ અને જૈન મંદિરોના અવશેષો મળી આવે છે. 

અંતર : આશરે 162 કિમી 

જગ્યા : જંગલ અને ટ્રેકિંગ 

પોળો ફોરેસ્ટ

અમદાવાદ શહેરની પીકનીક જગ્યાઓ 

વિન્ટેજ કાર મ્યુઝિયમ

અમદાવાદ S P રિંગરોડ પર કઠવાડા પાસે આવેલા વિન્ટેજ કાર મ્યુઝિયમમાં રોલ્સ રોય્સ, મર્સીડીઝ, બેન્ટલી વગેરે જેવી લક્ઝરી કંપનીઓની જૂની રોયલ ગાડીઓનું પ્રદર્શન આવેલું છે. અહીં સવારે 8 વાગ્યાથી મ્યુઝિયમ ખુલી જાય છે. આ પ્રદર્શનમાં 1906ની ગાડીઓ પણ મુકાયેલી છે! 

જગ્યા : જૂની ગાડીઓનું પ્રદર્શન

એન્ટ્રી ફી : 50 રૂપિયા 

વિન્ટેજ કાર મ્યુઝિયમ

 

અડાલજની વાવ 

ગુજરાતમાં 500 વર્ષથી વધુ જૂની વાઘેલા સામ્રાજ્યમાં બનેલી અડાલજની વાવ 5 મજલા ઊંડી છે જે જોનારને ચકિત કરી દે તેવી છે. અહીંથી વાવને જોઈને નજીકમાં નાસ્તો કરી શકાય છે. 

જગ્યા : વાવ 

અડાલજની વાવ 

 

અમદાવાદ વન મોલ 

અમદાવાદની શાન સમા આલ્ફા વન મોલમાં આખો દિવસ સ્પેન્ડ કરી શકાય છે. અહીં મોટી સંખ્યામાં દુકાનો છે. ઉપરના માળ ઉપર મૂવી થીએટર છે અને નાસ્તો કરવા માટે મોટો ફૂડકોર્ટ છે. બાળકોને રમવા માટે મોટો ગેમઝોન બનાવવામાં આવ્યો છે. 

જગ્યા : મોલ 

અમદાવાદ વન મોલ 

માણેકચોક 

અમદાવાદના આ રાત્રી બજારમાં તમે ક્યારેય ન ખાધી હોય તેવી સ્વાદિષ્ટ વાનગીઓ જેમ કે ચોકલેટ સેન્ડવીચ, બટર ઢોસા, સંચાનો આઈસ્ક્રીમ વગેરે ખાઈ શકો છો. દિવસે અહીં રાણીનો હજીરામાંથી તમે શોપિંગની મજા માણી શકશો।

જગ્યા : શોપિંગ અને ખાણીપીણી 

માણેકચોક 

 

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Diwali Vacation Gujarati News Places to visit in ahmedabad ahmedabad diwali shopping places to visit near ahmedabad Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ