ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / people remembered friendship of rajiv gandhi and rajesh pilot through rahul gandhi sachin pilot photo
ADVERTISEMENT
ADVERTISEMENT
80ના દાયકામાં દેશની રાજનીતિમાં બે યુવા નેતા રાજીવ ગાંધી અને રાજેશ પાયલટની જોડી ખૂબ લોકપ્રિય બની હતી અને આ બન્ને નેતા લોકોના ખૂબ લાડલા પણ હતા. કહેવાય છે કે રાજેશ પાયલટે રાજીવ ગાંધીના આગ્રહ પર જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પ્રથમ ચૂંટણી ભરતપુરથી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી, તેઓ સતત પાંચ વખત દૌસાથી સાંસદ તરીકે ચૂંટાયા. દૌસામાં એક માર્ગ અકસ્માતમાં રાજેશ પાયલટનું મોત થયું હતું. જે બાદ તેમની પત્ની રમા પાયલટ અને સચિન પાયલટ દૌસા લોકસભા સીટથી સાંસદ બન્યા હતા.
Past & Present@RahulGandhi @SachinPilot #Rahulgandhi #SachinPilot #BharatJodoYatra #BharatJodo #राहुल_गाँधी #सचिन_पायलट #भारत_जोड़ो_यात्रा pic.twitter.com/oY1Ug1qXmx
— Rahul Bihar (@RahulBihar7) September 22, 2022
ADVERTISEMENT
હવે રાહુલ ગાંધી અને સચિન પાયલટની જોડી પિતાના રુપમાં જોવા મળી
હવે રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી અને રાજેશ પાયલટના પુત્ર સચિન પાયલટની જોડી પિતાની જોડી જેવી જોવા મળી છે. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાહુલ સચિનનો ફોટો બુધવારનો છે. સચિન પાયલટ ગઈ કાલે કેરળ પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી સાથે પગપાળા 'ભારત જોડો યાત્રા' પર નીકળ્યા હતા.
ADVERTISEMENT
રાહુલ ગાઢ મિત્ર સચિનને રાજસ્થાનના સીએમની ભેટ આપી શકે
રાહુલ ગાંધી અને સચિન પાયલટ ઘણા રાજકીય મોરચે સાથે જોવા મળ્યાં છે. રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવાના સંકેત આપ્યા બાદ આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એક તરફ પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી અને રાજેશ પાયલટ છે તો બીજી તરફ રાહુલ ગાંધી અને સચિન પાયલટ છે.
પિતાની જોડી અને પુત્રની જોડીની તસવીર ખૂબ થઈ વાયરલ
આ ફોટો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં જોવા મળે છે કે રાજેશ પાયલટ રાજીવ ગાંધીની જમણી બાજુની સાઈટ પર દોડી રહ્યા છે. તે જ સમયે, હાલના રાહુલ અને સચિનના ફોટામાં, રાહુલ ગાંધીની જમણી બાજુ સચિન પાયલોટ છે. બંને તસવીરોમાં દરેકની ચાલવાની સ્ટાઈલ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
હવે સચિન પાયલટ અને રાહુલ ગાંધીની જોડી
માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના ઈશારે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવું પડશે. હવે રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની રેસમાં સચિન પાયલોટનું નામ ટોચ પર ચાલી રહ્યું છે. જો કે કેટલાક મીડિયા હાઉસ રાજસ્થાનના અન્ય વરિષ્ઠ નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે, પરંતુ સચિન પાયલટનું નામ તે બધામાં ટોચ પર છે. પાયલટ રાહુલ ગાંધીના સારા મિત્ર છે. પ્રિયંકા ગાંધી સાથે પણ તેની સારી ટ્યુનિંગ છે. ગાંધી પરિવારના સૌથી વફાદાર નેતાઓમાં સચિન પાયલટનું નામ સામેલ છે. આ જ કારણ છે કે જ્યારે દેશના કોઈપણ રાજ્યમાં ચૂંટણીઓ યોજાય છે ત્યારે પાયલોટ સ્ટાર પ્રચારકોની ભૂમિકામાં હોય છે. એવું માનવામાં આવે છે કે યુથ આઈકોન સચિન પાયલટ આગામી દિવસોમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી સંભાળવા જઈ રહ્યા છે.
Only retweet 👇#सचिन_पायलट #सचिन_संग_राजस्थान pic.twitter.com/TKVM9nXW3x
— निहाल प्रधान सहारनपुर (@nihalpardhan04) September 22, 2022
ADVERTISEMENT
રાહુલ ગાંધી પિતાના પ્રિય મિત્રના પુત્રને ભેટ આપી શકે છે
આ ફોટોના ટ્રેન્ડમાં આવ્યા બાદ સચિન માટે મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. રાજકીય વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે રાહુલ ગાંધી પિતા રાજીવ ગાંધીના મિત્ર રાજેશ પાયલટના પુત્ર સચિન પાયલટને રાજસ્થાનના સીએમની ભેટ આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ