બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / patidar leader rp patel differs from his previous statement on patidar cm in gujarat

નિવેદન / ખોડલધામની બેઠકના પાંચ જ દિવસમાં પાટીદારોના મોટા નેતા ફરી ગયા, ગુજરાતના CM પદ મુદ્દે આપ્યું મોટું નિવેદન

Parth

Last Updated: 03:51 PM, 17 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આરપી પટેલનું આ નિવેદન ચર્ચાનો વિષય છે કે પાંચ જ દિવસમાં એવું તો શું બન્યું કે RP પટેલે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું?

  • પાટીદાર CM બને તે મુદ્દે રાજકારણ
  • 5 જ દિવસમાં આર.પી.પટેલ પોતાના નિવેદન પરથી ફરી ગયા
  • પાટીદાર CM અંગેની લાગણી નરેશ પટેલની

તમામ સમાજને સાથે રાખી ચાલનારો પાટીદાર સમાજ છે
ગુજરાતમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઓછા થતાંની સાથે જ રાજકારણીઓ સક્રિય થઈ ગયા છે. આમ આદમી પાર્ટી પોતાન સંગઠનને મજબૂત કરી રહી છે ત્યારે ભાજપે પણ પ્રાથમિક સ્તર પર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય પાર્ટીઓની હલચલ અચાનક જ ત્યારે વધી ગઈ જ્યારે ખોડલધામમાંથી જાહેરાત થઈ ગઈ કે આગામી સમયમાં પાટીદાર નેતા ગુજરાતના CM પદે હોવો જોઈએ. નરેશ પટેલના નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો. બીજા સમાજો પણ પોતાની જાતિના નેતાને સીએમ બનાવવા માટે કવાયત ચાલુ કરી દીધી ત્યાં હવે પાટીદારોમાંથી જ એક નેતાએ એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય છે. 

RP પટેલ પોતાના નિવેદન પરથી ફરી ગયા 
ખોડલધામની બેઠકને માત્ર પાંચ જ દિવસ થયા છે ત્યાં પાટીદારોના નેતાઓમાં કેટલાકના નિવેદનો બદલાઈ ગયા છે. પાટીદારોના નેતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન RP પટેલે 12મી જૂને નરેશ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું જે આજે બદલી નાંખ્યું છે. તેમણે કહ્યું કે CM નક્કી કરવા એ પાર્ટીનો મામલો છે. બેઠકમાં કોઈ જ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી. પાટીદાર CM અંગેની લાગણી નરેશ પટેલની હતી. પાટીદાર સિવાયના CMને પાટીદારોએ સહયોગ આપ્યો છે અને તમામને સાથે રાખીને ચાલનારો સમાજ છે. જ્યારે ગુજરાતમાં પાટીદાર CM હતા ત્યારે પાટીદારોએ જ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ સંકુચિત સમાજ નથી. 

12મી જૂને શું નિવેદન આપ્યું હતુ
આરપી પટેલે 12મી જૂને કહ્યું હતું કે સમાજના લેવલ પર બધાને એવી લાગણી હોય કે એમાં કોઈ નવી વાત નથી. જોકે હવે રાજ્યમાં આરપી પટેલનું આ નિવેદન ચર્ચાનો વિષય છે કે પાંચ જ દિવસમાં એવું તો શું બન્યું કે RP પટેલે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું?

નરેશ પટેલે શું કહ્યું હતું?
નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદારોનો જે અધિકાર છે તેના પર ચર્ચા કરવાની છે અને કેશુબાપા પછી એમના જેવો આગેવાન મળી નથી શક્યા તેના પર ચર્ચા કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ