બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patan sander Rs. Khodal Dham will be prepared at a cost of Rs 100 crore, Bhoomi Pujan will be done by CM tomorrow

ભૂમિ પૂજન / પાટણના સંડેરમાં રૂ. 100 કરોડના ખર્ચે તૈયાર કરાશે ખોડલધામ, આવતીકાલે CMના હસ્તે ભૂમિ પૂજન

Vishal Khamar

Last Updated: 09:31 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ભવ્ય ખોડલધામ મંદિર નિર્માણ પામશે. પાટણનાં સંડેર ગામે ખોડલધામ મંદિર નિર્માણ પામશે. આવતીકાલે મુખ્યમંત્રીનાં હસ્તે ભૂમિ પૂજન થશે. આ ભૂમિપૂજન સમારોહમાં મુખ્યમંત્રી અને યુપીનાં રાજ્યપાલ હાજરી આપશે.

  • પાટણના સંડેર ગામે નિર્માણ પામશે ખોડલધામ
  • આવતીકાલે CMના હસ્તે ભૂમિ પૂજન થશે
  • ભૂમિપૂજન સમારોહમાં CM અને UPના રાજ્યપાલ હાજરી આપશે
  • 70 વિઘા જમીનમાં 5 વર્ષમાં બનીને તૈયાર થશે ખોડલધામ

પાટણના સંડેર મુકામે આવતીકાલે 100 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર ગુજરાત ઝોનનું ખોડલધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેની હાલ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જવા પામી છે. આવતીકાલે  ખોડલધામ નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે ખોડલધામના ચેરમેન અને રાજકીય,સામાજિક તમામ આગેવાનો જોડાશે સંડેર ખોડલધામ સંકુલના ખાતમુહૂર્તને લઈ લેઉવા પાટીદાર સમાજના 2 હજાર સ્વયં સેવકો દ્વારા તડામાર તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે રૂપિયા 100 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્માણ પામનાર ખોડલધામનુ ખાતમુહૂર્ત આવતીકાલ સવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. 

ખાતમુહૂર્ત પ્રસંગે અંદાજિત 20 થી 25 હજાર લોકો ઉપસ્થિત રહેશે
રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો આપશે હાજરી આવતીકાલના કાર્યક્રમને લઈ કિરીટ પટેલે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 8:00 થી 10 કલાકના સમય દરમિયાન ભક્તિ સભર ડાયરો યોજાશે. ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્ય પાલ તેમજ ખોડલધામના ચેરમેન સહિત રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે શ્રી ખોડલધામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.  સંડેર ખાતે આયોજિત  આ ખાતમુહૂર્ત પ્રસંગે અંદાજિત 20 થી 25 હજાર લોકો ઉપસ્થિત રહેશે. અહીં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો 2000 જેટલા સ્વયંસેવક કાર્યકર્તાઓ દ્વારા વાહન પાર્કિંગ,સ્ટેજ સંચાલન, ભોજન વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવશે.  

પાટીદાર સમાજના 2 હજાર સ્વયંસેવકો ખડેપગે રહેશે
સંડેર મુકામે નવનિર્માણ પામનાર આ ખોડલધામ સંકુલમાં સમાજના ઉચ્ચ કારકિર્દી બનાવવા ઈચ્છતા  વિદ્યાર્થી ભાઈ બહેનો માટે યુપીએસસી જીપીએસસી ની તૈયારી અર્થે શિક્ષણધામ તેમજ જરૂરિયાતો મંદ લોકોને આરોગ્યની સેવા ઉપલબ્ધ બની રહે તે માટે આરોગ્ય ધામ અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો ટેકનોલોજી આધારિત ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી સમૃદ્ધ બને તેના માર્ગદર્શન માટે કૃષિ સંશોધન કેન્દ્રનું પણ નિર્માણ કરાશે. સંડેર મુકામે આકાર પામનાર ખોડલધામ સંકુલના ખાતમુહુર્ત દિવસે પાટણ પંથકના લેઉવા પાટીદાર સમાજના લોકો સવારે બાલીસણા થી સંડેર સુધી માતાજીની માંડવી અને રથ સાથે પગપાળા સંડેર પહોચશે. તો સ્ટેજની સંપૂર્ણ જવાબદારી પાટીદાર મહિલાઓ, વાહન પાર્કિંગ સહિતની કામગીરી પાટીદાર સમાજના યુવાનો ઉઠાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ