બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parikrama of 51 Shakti Peeths started in the famous pilgrimage Ambaji

શક્તિની ભક્તિ / પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તોએ ઢોલ-નગારા અને ધજાઓ સાથે 51 શક્તિપીઠની કરી પરિક્રમા

ParthB

Last Updated: 12:18 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ આજથી અંબાજી ગબ્બર ખાતે પણ 51 શક્તિપીઠ પરિક્રમાનો ઢોલ નગારા અને ધજાઓ સાથે પ્રારંભ થયો છે.

  • પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ
  • જ્યોત સાથે ગબ્બર સ્થિત 51 શક્તિપીઠની પરિક્રમા
  • ઢોલ નગારા અને ધજાઓ સાથે પરિક્રમા યોજાઇ
  • પરિક્રમા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

બનાસકાંઠા અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ

બનાસકાંઠામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આજ થી અગામી 10મી એપ્રિલ સુધી  51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂનો પ્રારંભ થયો છે. જેમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પરિક્રમાના પ્રારંભે આદ્યશક્તિના દર્શન-અર્ચન કરશે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિક્રમાના પ્રારંભ અવસરે અનેક કામોનું લોકાર્પણ કરશે. 
 

ઢોલ નગારા અને ધજાઓ સાથે પરિક્રમા યોજાઈ

પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં આજથી 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવમાં સેવા કેમ્પો,આનંદ ગરબા મંડળ,ભજન મંડળીઓ અને પગપાળા સંઘ ગુજરાત ભરમાંથી જોડાયા છે. આ ઉપરાંત મહોત્સવમાં દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે માઈ ભક્તો દ્વારા ઢોલ નગારા અને ધજાઓ સાથે પરિક્રમાનનો પ્રારંભ કરી દીધો છે. આ પરિક્રમા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.   

17 કરોડના વિકાસ કાર્યોની CM ભૂપેન્દ્ર પટેલ આપશે ભેટ

CM ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીના પ્રવાસે છે જયાં તેઓ 17 કરોડના વિકાસના કાર્યોની શરૂઆત કરાવશે. ગબ્બર પર દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે તેમજ ત્રી-દિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવમાં આપશે હાજરી આપશે

કોણ કોણ રહેશે હાજર ?

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે અંબાજી આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ  કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી રાત્રે  8 વાગ્યે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કરશે. જ્યારે  9 એપ્રિલે તારક મહેતાની ટીમ પણ અંબાજી આવશે. 

ભક્તોને નહી પડે અગવગડતા 

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપાઈ છે તે ચોકસાઈપૂર્વક કરવા, સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ