બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Pakistan's Hindus become homeless again, bulldozers run over houses after Collector Tina Dabi orders

ફરી બેઘર બન્યા / પાકિસ્તાનથી આવેલા હિન્દુઓના ઘરો પર ચાલ્યા બુલડોઝર: મહિલાઓનું હૈયાફાટ રુદન, 'આવા તડકામાં ક્યાં જઈશું!'

Pravin Joshi

Last Updated: 10:31 AM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્યવાહી બાદ પાકિસ્તાની હિંદુ મહિલાઓ ખરાબ હાલતમાં છે, તેમનો સામાન રસ્તા પર વેરવિખેર છે અને તેમની સંભાળ રાખનાર કોઈ નથી.

  • રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં હિન્દુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા
  • અમર સાગર વિસ્તારમાં હિન્દુ પરિવારોના મકાનો બુલડોઝર ચાલ્યું
  • હિન્દુ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ ભારત આવ્યા હતા 

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં અમર સાગર વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોના મકાનો બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ હિન્દુ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ ભારત આવ્યા હતા અને લાંબા સમયથી આ વિસ્તારમાં રહેતા હતા. પાકિસ્તાની હિંદુઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ પછી UIT સહાયક ઇજનેરની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. અમર સાગર વિસ્તારમાં રહેતા લોકોના મકાનો ભારે પોલીસ ફોર્સની હાજરીમાં જમીન પર તોડી પાડવામાં આવ્યા હતા, મહિલાઓ અને બાળકોને સખત ગરમીમાં રસ્તા પર બહાર આવવાની ફરજ પડી હતી.

 

તમામ સામાન રસ્તા પર વેરવિખેર 

અહેવાલો અનુસાર પાકિસ્તાનમાં સરકારના આતંક અને દમનથી બચીને કોઈક રીતે ભારત આવેલા આ લોકો લાંબા સમયથી અમર સાગરમાં રહેતા હતા. પરંતુ જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ પર તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની આ કાર્યવાહીનો આ હિન્દુ પરિવારોની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે પોલીસ ફોર્સ સાથે પહોંચેલી વહીવટી ટીમે તેમના મકાનો તોડી પાડ્યા હતા. હવે આ કાળઝાળ ગરમીમાં આ લોકોના માથા પર કોઈ છાંયડો નથી. રડતાં-રડતાં મહિલાઓની હાલત ખરાબ છે, સામાન રસ્તા પર વેરવિખેર છે અને તેમની કાળજી લેવાવાળું કોઈ નથી.

 

ભારતમાં પણ માથા પરથી છત છીનવાઈ ગઈ

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા હિન્દુઓ મોટી સંખ્યામાં રાજસ્થાનમાં સરહદ નજીકના જિલ્લાઓમાં આવીને સ્થાયી થયા છે. સરહદ પારથી ત્રાસ સહન કરીને ભારત આવેલા આ હિંદુઓની હાલત અહીં પણ બહુ સારી નથી, પરંતુ તેમ છતાં તેમના માથા પર છત હતી અને ઓછામાં ઓછું તેઓ કોઈ પણ ડર વિના પોતાનું જીવન જીવી રહ્યા હતા. જો કે, જેસલમેર પ્રશાસનની તાજેતરની કાર્યવાહીએ ફરી એકવાર તેમની સામે મોટું સંકટ ઉભું કર્યું છે. હવે આ પરિવારો પાસે ન તો તેમના માથા પર છત છે કે ન તો એવી કોઈ જગ્યા છે કે જેને તેઓ અત્યારે પોતાનું કહી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ