બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pakistan parliament passes bill kulbhushan jadhav the right to appeal

BIG NEWS / આખરે કુલભૂષણ જાધવને મળી મોટી રાહત, ઈન્ટરનેશનલ કોર્ટનાં દબાણ સામે પાકિસ્તાનનું ના ચાલ્યું

ParthB

Last Updated: 06:05 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના સંયુક્ત સત્રમાં એક બિલ પસાર કર્યું છે.

  • ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને  મળી મોટી રાહત  
  • કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર મળ્યો
  • પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણમાં આવ્યું

કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના સંયુક્ત સત્રમાં એક બિલ પસાર કર્યું છે. આ પહેલા કોર્ટે પાકિસ્તાનને પણ વિલંબ કર્યા વિના ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહ્યું હતું.
 
પાકિસ્તાનની અદાલતે જાસૂસીના આરોપમાં સજા સંભળાવી હતી

તમને જણાવી દઈએ કે, ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી  કુલભૂષણ જાધવને એપ્રિલ 2017માં પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ પછી ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જઈને ફાંસીની સજા અને પાકિસ્તાન દ્વારા કોન્સ્યુલર એક્સેસ નકારવાને પડકાર્યો હતો.

આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણમાં પાકિસ્તાન આવ્યું

હેગમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફો જસ્ટિસે જુલાઈ 2019માં એક નિર્ણયમાં કહ્યું હતું કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવની સજા અને ચુકાદાની અસરકારક રીતે સમીક્ષા કરવી જોઈએ અને તેના પર પુનઃ વિચાર કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને વિલંબ કર્યા વિના ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહ્યું હતું. ICJએ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને સૈન્ય અદાલતના નિર્ણય સામે અપીલ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ