બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Oscars 2023: Chris Rock couldn't forget Will Smith's slap Refused to host the next Oscar award

OSCARS / બધાની સામે ખાધેલો લાફો હજુ નથી ભૂલ્યો, આગામી ઓસ્કાર ઍવોર્ડ્સમાં હોસ્ટ બનવાની ક્રિસ રોકની ચોખ્ખી ના

Megha

Last Updated: 01:16 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખી દુનિયા સામે હોલીવુડ એક્ટર વિલ સ્મિથએ હોસ્ટ ક્રિસ રોકને લાફો મારી દીધો હતો અને લાફાનો અવાજ હાલ સુધી ક્રિસના કાનોમાં ગુંજી રહ્યો છે

  • ઓસ્કાર 2022ના એ થપ્પડ કાંડ હજુ બધાને યાદ છે
  • હોસ્ટ ક્રિસ રોકને વિલ સ્મિથે માર્યો હતો લાફો 
  • ક્રિસ રોકે ઓસ્કાર 2023 હોસ્ટ કરવાની કહી દીધી ના 

આ વર્ષના માર્ચ મહિનામાં જ ઓસ્કાર 2022 આયોજિત થયું હતું જેમાં કઇંક એવી ઘટના બની હતી જેને હજુ સુધી લોકો ભૂલ્યા નથી. ક્રિસ રોક અને વિલ સ્મિથનું થપ્પડ કાંડ. આખી દુનિયા સામે હોલીવુડ એક્ટર વિલ એ હોસ્ટ ક્રિસ રોકને લાફો મારી દીધો હતો અને એવું લાગી રહ્યું છે કે એ લાફાનો અવાજ હાલ સુધી ક્રિસના કાનોમાં ગુંજી રહ્યો છે. એ જ કારણ છે કે તેમને ઓસ્કાર 2023ને હોસ્ટ કરવા માટે ના કહી દીધી છે. જો કે આ ઘટના પછી ફરી એક વખત એ થપ્પડ કાંડની ચર્ચા થવા લાગી છે. 

મળતી જાણકારી અનુસાર ક્રિસ રોક પાસે આવતા વર્ષના એવોર્ડ ફંક્શનને હોસ્ટ કરવાની ઓફર લઈને ઓસ્કાર પંહોચ્યું હતું પણ એમને ઓસ્કાર 2023 હોસ્ટ કરવાની સાફ સાફ ના કહી દીધી હતી. એવું જાણવા મળી રહ્યું છે કે ક્રિસનું માનવું છે કે ઓસ્કારને બીજી વખત હોસ્ટ કરવું ઠીક એવું હશે જએ તમારી સાથે થયેલ કોઈ ખરાબ દુર્ઘટનાની જગ્યા પર પાછું ફરવું. 

વિલ સ્મિથે કેમ માર્યો હતો લાફો? 
ક્રિસ રોક સ્ટેજ પર હતા અને કોમેડી કરતાં કરતાં હોસ્ટિંગ કરી રહ્યા હતા. એ સમયે જ વિલ સ્મિથની પત્ની જાડા પીંકેટ સ્મિથની 'એલોપેસીયા' માથા પર ટાલ પડવાની બીમારી વિશે મજાક બનાવ્યો હતો અને વિલને આ વાત જરા પણ પસંદ આવી નહતી અને તેઓ એ બધા સામે સ્ટેજ પર જઈને ક્રિસને એક લાફો મારી દીધો હતો. થોડી સેકન્ડ કોઈને સમજમાં નહતું આવ્યું કે આ થયું શું. 

વોલ સ્મિથને 10 વર્ષ માટે ઓસ્કારે કર્યો બેન 
આ થપ્પડ કાંડ પછી વિલ સ્મિથે એકેડેમીમાંથી રાજીનામું આપવું પડ્યું હતો અને સાથે જ સાર્વજનિક રીતે તેને માફી પણ માંગવી પડી હતી. એ પછી તેને ઓસ્કારમાંથી 10 વર્ષ માટે બેન કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ