બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / On Yagnik Road in Rajkot, ST driver has become unruly, the bus driver clashed with the rickshaw driver and hit him with a stick.

VIDEO / રાજકોટ: યાજ્ઞિક રોડ પર ST ડ્રાઈવરની દાદાગીરી, બસને સાઈડ આપવા બાબતે રિક્ષા ચાલકને ફટકાર્યો, રસ્તા વચ્ચે ધોકો કાઢી કરી માથાકૂટ

Dinesh

Last Updated: 10:54 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટના યાજ્ઞિક રોડ પર ST ડ્રાઈવર બેફામ બન્યો છે, બસના ડ્રાઈવરે રિક્ષા ચાલક સાથે માથાકૂટ કરી લાકડીથી માર માર્યો હતો

  • રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ST ડ્રાઈવર બન્યો બેફામ
  • ST ડ્રાઈવરે રિક્ષા ચાલકને માર્યો માર
  • માથાકૂટનો વીડિયો થયો વાયરલ

વર્તમાનમાં વધતી જતી માનિસિક વિકૃત્તિનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, સામાન્ય વાતમાં ઉગ્ર બની જવું અને માનસિક સંતુલન ગુમાવી બેસવું તે જાણે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેમ રોજ બરોજ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ગુસ્સા સાથે જાહેરમાં કોઈને માર મારવો તે તો હવે જાણે રમત હોય તેવું કેટલાક બેફામ લોકોને લાગી રહ્યું હોય તેવું આ વીડિયો પરથી જાણી શકાય છે. રાજકોટમાં એસ ટી બસનો ડ્રાઈવર બેફામ બન્યો છે.

બસને સાઈડ ન આપતા બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી
રાજકોટના યાજ્ઞિક રોડ પર ST ડ્રાઈવર બેફામ બન્યો છે. ST બસના ડ્રાઈવરે રિક્ષા ચાલક સાથે માથાકૂટ કરી હતી. રિક્ષા ચાલકે સાઈડ ન આપતા બસ ડ્રાઈવર રોષે ભરાયો હતો અને માથાકૂટ કરીને રિક્ષા ચાલકને લાકડીથી માર માર્યો હતો. થોડા સમય સુધી બસ ડ્રાઈવરે દાદાગીરી કરીને રોડ પર ટ્રાફિક જામ કરી મુક્યો હતો. ત્યારે બસ ડ્રાઈવરની આ દાદાગીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બેફામ બસ ડ્રાઈવર
જે વીડિયોમાં જોઈ શકાય છે, બેફામ બનેલો બસ ડ્રાઈવર ધીરે ધીરે બસ ચલાવી રહ્યો છે અને રિક્ષા ડ્રાઈવર પર લાકડીઓનો મારો પણ ચલાવી રહ્યો છે. જો કે, થોડા અંતર બાદ તે બસની બ્રેક મારીને રિક્ષા ડ્રાઈવર પર બે-ચાર લાકડીનો ઘા કરે છે. જો કે, આ વાયરલ વીડિયો બાદ લોકોમાં આ બસ ડ્રાઈવર પ્રત્યે રોષ પણ જોવા મળી રહ્યો છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ