બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / On this date, the Meghraja will call for dhabadati in the state, Saurashtra-D. A heavy day for Gujarat

અંબાલાલની આગાહી / આ તારીખે રાજ્યમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, સૌરાષ્ટ્ર-દ. ગુજરાત માટે દિવસ અતિભારે

Priyakant

Last Updated: 09:55 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast News: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે તો ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી

  • રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતા
  • દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા
  • આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે
  • બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

ગુજરાત માટે હજુ 24 કલાક 'ભારે': ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધીમી  ધારે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી | The weather in some parts of the state  has changed due to ...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. આ સાથે ઉમેર્યું કે, બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. નોંધનીય છે કે,  રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. 

હવામાન વિભાગે શું આગાહી કરી ? 
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતના પવનની ગતી 41 થી 61 કિમી નોંધાશે. 

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડામાં વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાનની આગાહી મુજબ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ