બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / On Rakshabandhan in Rajkot sister gave her brother a kidney as a gift and saved his life

અમૂલ્ય ભેટ / રક્ષાબંધન પર રાજકોટમાં બહેને ભાઈને ગિફ્ટમાં આપ્યું 'નવજીવન': કિડની આપીને બચાવ્યો જીવ, 6 મહિનાથી ચાલતું હતું ડાયાલિસીસ, કહ્યું જીવનભર રહીશ ઋણી

Malay

Last Updated: 12:08 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં ભાઈની કિડની ફેઇલ થઈ જતાં બહેને કંઈ પણ વિચાર્યા વગર ભાઈને એક કિડનીનું દાન કરીને આપ્યું રક્ષા કવચ, આજે બહેનના આ કાર્યની સૌ કોઈ કરી રહ્યું છે સરાહના.

  • ભાઈની બંને કિડની ફેઈલ થઈ જતાં મદદ માટે આગળ આવી બહેન
  • બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી 
  • હું મારી બહેનનો જીવનભર ઋણી રહીશઃ ભરત મકવાણા

રક્ષાબંધનના દિવસે ભાઇની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ત્યારે રાજકોટમાં રક્ષાબંધનના થોડા દિવસ પહેલા જ કિડનીની બીમારીથી પીડાતા ભાઇને બચાવવા માટે બહેને પોતાની એક કિડનીનું દાન કરીને રક્ષા કવચ આપ્યું છે. બહેને તો ભાઈની રક્ષા કરી જ પણ સાથે સાથે બહેનના સાસરીયાઓએ પણ સંપૂર્ણ સહયોગ આપતા કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું. જેથી બહેને કિડની દાન કરીને તેના ભાઇને નવજીવન આપ્યું છે.

બહેને ભાઈને આપી કિડની
રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે એેક બહેને ભાઈને કિડની આપીને સાચા અર્થમાં ભાઈની લાંબા આયુષ્યની મનોકામના કરી છે. રાજકોટના વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની ફેઈલ થઈ જતાં બહેન મદદ માટે આગળ આવી હતી અને કંઈ પણ વિચાર્યા વગર તેણે પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધું અને રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે તેનો ભાઈ એકદમ સ્વસ્થ છે અને વસાવાડ ખાતે ખેતી કરીને પગભર બન્યો છે. 

કોરોના થતાં મારી બંને કિડની થઈ ગઈ હતી ફેલઃ ભરતભાઈ મકવાણા
ભરતભાઈ મકવાણાએ જણાવ્યું કે, 'જ્યારે મારૂ બીપી 290 થઈ ગયું ત્યારે મેં ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારે ડોકટરે કહ્યું કે તમારી 70 ટકા કિડની ફેઈલ થઈ ગઈ છે. જે બાદ દવા લીધી એટલે થોડું સારૂ હતું, પણ કોરોના થતાં મારી બંને કિડની સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જેથી મને બી.ટી.સવાણી હોસ્પિટલના ડોક્ટરે ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.'

ભરતભાઈ મકવાણા

'મને મારી બહેન થકી નવું જીવન મળ્યું'
તેઓએ કહ્યું કે, 'જે બાદ હું સમયસર ડાયાલીસીસ કરાવતો હતો. આ વાતની જાણ મારી બહેનને થતાં તેણે નક્કી કરી લીધું હતું કે હું મારા ભાઈને ગમે તેમ કરીને પહેલાની જેમ જ કરી દઈશ. પછી મારી બહેને મને કિડની દાનમાં આપી અને આજે મારી બહેન થકી મને નવું જીવન મળ્યું છે. હું મારી બહેનનો ખુબ જ આભાર માનુ છું. હું મારી બહેનનો જીવનભર ઋણી રહીશ અને તેને જે પણ જરૂર હશે તે હું પુરી કરીશ.

મને મારા સાસરિયાઓ અને પતિએ આપ્યો સાથઃ દયાબેન
ભરતભાઈના બહેન દયાબેન વાગડિયાએ કહ્યું કે, 'મારા ભાઈની બંને કિડની ફેઈલ હતી. જેથી મારો ભાઈ 6 મહિનાથી ડાયાલીસીસ કરાવતો હતો. જે બાદ મેં નક્કી કર્યું કે મારે મારા ભાઈનું જીવન બચાવવું છે. જેથી મેં મારા ભાઈને મારી કિડની આપવાનું નક્કી કર્યું. આ નિર્ણયમાં મને મારા સાસરિયાઓ અને મારા પતિએ સાથ આપ્યો અને મને હિંમત આપી. પછી મેં મારા ભાઈને મારી કિડની ડોનેટ કરી. અત્યારે મારા ભાઈને પણ સારૂ છે અને મને પણ સારૂ છે.'

દયાબેન વાગડિયા

બહેને જીતી લીધું સૌનું દિલ
આજે બહેનના આ કાર્યની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે. ભરતભાઈના પરિવારજનો બહેનની સાથે સાથે તેના બહેનના સાસરીયાઓનો પણ ખુબ આભાર માની રહ્યાં છે. આજે આ બહેને સાચા અર્થમાં ભાઈની રક્ષા કરવા માટે ભાઈને કિડનું દાન આપીને સૌનું દિલ જીતી લીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ