બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Odisha Train Accident Up To 10 Lakh Compensation For 35 Paisa Do you forget to take insurance while booking train tickets?

ઓડિશા ટ્રેન અકસ્માત / ટિકિટમાં 35 પૈસા વધારે આપવાથી મળે છે 10 લાખનું ઈન્શ્યોરન્સ... ટ્રેનમાં બુકિંગ કરતાં સમયે ખાસ યાદ રાખજો આ નિયમ

Pravin Joshi

Last Updated: 03:59 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC દ્વારા ટિકિટ બુકિંગ દરમિયાન 35 પૈસામાં વીમો મેળવવા માટે આપવામાં આવેલા વિકલ્પ હેઠળ તમને કાયમી આંશિક અપંગતા, કાયમી સંપૂર્ણ અપંગતા, ઈજા અથવા ગંભીર ઈજાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ અને મુસાફરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં વિમો આપવામાં આવે છે.

  • ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવતી વખતે મળે વીમો
  • આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનું કવર આપવાની જોગવાઈ 
  • IRCTC 35 પૈસામાં 10 લાખ સુધીનું વળતર આપે છે


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતે  સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જેમાં અત્યાર સુધીમાં લગભગ 280 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના જીવની ચોક્કસપણે કોઈ કિંમત નથી, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવતી વખતે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન મુસાફરોને વીમો પણ આપે છે. આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનું કવર આપવાની જોગવાઈ છે.

ટ્રેનની ટિકિટ પર મળે છે 10 લાખ રૂપિયાનો વીમો, ટિકિટ બુકિંગ સમયે બસ કરો આ એક  કામ | Insurance of 10 lakh rupees is available on the train ticket, just do  this

ટિકિટ બુક કરતી વખતે વિકલ્પ ઉપલબ્ધ છે

જ્યારે પણ દેશમાં લાંબા અંતરની મુસાફરીની વાત આવે છે, ત્યારે લોકો સામાન્ય રીતે ટ્રેનની મુસાફરીને વધુ સારી માને છે. ટ્રેનમાં મુસાફરી કરવાના પણ ઘણા ફાયદા છે. ડિજિટલાઈઝેશનના યુગમાં ટિકિટ કાઉન્ટર પર સમય બગાડ્યા વિના ઘરે બેઠા ઓનલાઈન ટિકિટ બુક કરી શકાય છે. આમાં તમારી સીટ પસંદ કરવાથી લઈને તમને મુસાફરી દરમિયાન ખાવા-પીવાના વિકલ્પ આપવામાં આવે છે. તો સાથે સાથે ટિકિટ બુક કરતી વખતે તમને વીમો લેવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે, જેના દ્વારા મુસાફરી દરમિયાન કોઈપણ કટોકટીના કારણે થયેલા નુકસાનની સાથે જાન અને સંપત્તિના નુકસાનને પણ આવરી લેવામાં આવે છે.

IRCTC insurance policy

સૌથી સસ્તું વીમા કવર

IRCTC માત્ર 35 પૈસાના લગભગ શૂન્ય પ્રીમિયમ પર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ પ્રદાન કરે છે. આ વિકલ્પ વૈકલ્પિક હોવા છતાં તે મુસાફરો માટે સૌથી સસ્તું અને શ્રેષ્ઠ વીમા કવચ હોઈ શકે છે. જ્યારે તમે IRCTC વેબસાઇટ દ્વારા તમારી ટ્રેન ટિકિટ બુક કરો છો ત્યારે તમને ચુકવણી પ્રક્રિયા દરમિયાન મુસાફરી વીમાનો વિકલ્પ મળે છે. જો તમે તેને પસંદ કરો છો તો તમને આ વીમા કવર 35 પૈસામાં મળે છે. ખાસ વાત એ છે કે આ તે તમામ મુસાફરોને લાગુ પડે છે જેમની ટિકિટ એક PNR દ્વારા બુક કરવામાં આવી છે.

Topic | VTV Gujarati

આ પરિસ્થિતિઓમાં વીમા કવચ ઉપલબ્ધ 

ઈન્ડિયન રેલ્વે એન્ડ ટુરીઝમ કોર્પોરેશનની વેબસાઈટ મુજબ આ ઈન્સ્યોરન્સ માત્ર 35 પૈસા ખર્ચીને લઈ શકાય છે. આ હેઠળ આપવામાં આવેલા વીમા કવચમાં કાયમી આંશિક અપંગતા, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, ઈજા કે ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં દાખલ થવા માટે પરિવહન ખર્ચ અને મુસાફરી દરમિયાન મૃત્યુનો સમાવેશ થાય છે. જો કે તે વિવિધ કેટેગરીમાં વહેંચાયેલું છે.

Topic | VTV Gujarati

ઈજા માટે 2 લાખ... મૃત્યુ માટે 10 લાખ

ત્યાં જ આ પોલીસીનું વધુમાં વધુ કવર 10 લાખ સુધીનું છે. જેમાં તમને રેલ દુર્ઘટના અથવા કોઈ પણ અપ્રિય ઘટનાના કારણે મૃત્યુ અથવા સ્થાપી પૂર્ણ વિકલાંગતા માટે 10 લાખ સુધીનું કવર આપવામાં આવશે. સ્થાયી આંશિક વિકલાંગતા માટે 7.5 લાખ કવરેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઈજા માટે હોસ્પિટલમાં દાખ થવાનો ખર્ચ માટે 2 લાખનું કવરેજ આપવામાં આવશે. ત્યાં જ પાર્થિવ શરીરના પરિવાર માટે 10,000 સુધીનું કવરેજ આપવામાં આવશે. 

Topic | VTV Gujarati

જણાવી દઈએ કે ફક્ત IRCTC વેબસાઈટ અથવા મોબાઈલ એપના માધ્યમથી ટિકિટ બુક કરાવનાર દરેક ભારતીય નાગરિક આ વીમા કવર ખરીદા પાત્ર હશે. IRCTCની વેબસાઈટ અનુસાર, પોલિસીમાં ટ્રાવેલિંગ વખતે 'મોત', સ્થાયી પૂર્ણ વિકલાંગતા, સ્થાયી આંશિક વિકલાંગતા અને ઈજા અને નશ્વર અવશેષોના પરિવહન માટે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ