બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / odi world cup 2023 all teams must submit their 15 player squad prior to september 28

ICCનું મોટું અપડેટ / ભારત સહિત 10 ટીમો કયા કયા ખેલાડીઓને લઈને ઉતરશે વર્લ્ડ કપમાં? આ તારીખ પહેલા થશે જાહેર

Hiralal

Last Updated: 06:49 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વનડે વર્લ્ડકપમાં ભાગ લેનાર 10 દેશોને 28 સપ્ટેમ્બર સુધીમાં તેમની ટીમો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે.

  • 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડકપ
  • 10 દેશોને 28 સપ્ટેમ્બર સુધી ટીમ જાહેર કરવાનો આદેશ 
  • ટીમોને ફેરફારનો પણ આપ્યો અધિકાર 

5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વનડે વર્લ્ડકપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 7 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ એક મોટું અપડેટ જાહેર કર્યું છે. આઇસીસીએ તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે કે, 28મી સપ્ટેમ્બર સુધીમાં વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલા તમામ 10 દેશોએ તેમના 15 ખેલાડીઓની આખરી યાદી સુપરત કરવાની રહેશે. હવે 52 દિવસ બાકી છે.

આઈસીસીની મંજૂરી લઈને ટીમમાં કરી શકાશે ફેરફાર 
આઈસીસી તરફથી જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ દરમિયાન ટીમોને ટૂર્નામેન્ટ દરમિયાન ટીમમાં ફેરફાર કરવાનો અધિકાર રહેશે. આ માટે આઇસીસીની ટેકનિકલ કમિટિની મંજૂરી લેવી જરુરી બનશે. ધારો કે કોઈ પણ ટીમનો ખેલાડી ઈજાગ્રસ્ત કે બીમાર પડે તો ટીમની સાથે હાજર અન્ય ખેલાડીઓને તે સ્થિતિમાં સામેલ કરી શકાય છે.

5 ઓક્ટોબરથી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ 
આઇસીસીના કાર્યક્રમ અનુસાર 13મા વર્લ્ડ કપનો પ્રારંભ તારીખ પાંચમી ઓક્ટોબરથી થશે. ફાઈનલ 19 નવેમ્બરે રમાવાની છે. ક્રિકેટના આ મહાકુંભમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. વર્લ્ડકપમાં કુલ 46 દિવસમાં 45 મેચ મેચ રમાશે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે.

એકમાત્ર ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી રાખી છે વર્લ્ડ કપની ટીમ 
વન-ડે વર્લ્ડકપ માટે માત્ર ઓસ્ટ્રેલિયાએ જ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ કેપ્ટન્સી કરશે. આઉટ ઓફ ફોર્મ રહેલા ડેવિડ વોર્નરને પણ વર્લ્ડકપમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી વખત ટીમમાં તનવીર સાંઘા અને આરોન હાર્ડીની પસંદગી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ