બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / No Price Hike on Third Party Premium in Insurance for 2023-24

કામની વાત / ગુડ ન્યુઝ: આ વર્ષે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની કિંમતમાં નહીં થાય વધારો! જાણો કારણ

Bijal Vyas

Last Updated: 09:13 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, થર્ડ પાર્ટી પ્રીમિયમ ની કિંમત પોપ્યુલર અને બજેટ ગાડીઓ માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ રૂ. 2,094 અને SUV માટે રૂ. 7,897 પર યથાવત રહેશે.

  • ડ્રાફ્ટ નોટિફિકેશનમાં થર્ડ પાર્ટી મોટર વીમાની કિંમતમાં વધારો ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો
  • કમર્શિયલ પેસેન્જર ગાડીઓ પર પણ ડિસ્કાઉન્ટ 
  • કાર્બન ઉત્સર્જનને ધ્યાનમાં રાખીને સરકારનું વધારે ફોક્સ ઇલેક્ટ્રિક વાહનો પર છે

Insurance Premium for 2023-24: ગાડીઓના  માલિકોને થોડી રાહત આપતા, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં થર્ડ પાર્ટી મોટર વીમાની કિંમતમાં વધારો ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

કાર ઈશ્યોરન્સ કંપની બદલવાનો કરી રહ્યા છો પ્લાન? તો આ 5 વાતોને સૌથી પહેલા  કરો ચેક, ફાયદામાં રહેશો | always check these 5 things in car insurance  provider

અનેક પ્રકારની ગાડીઓના પ્રીમિયમમાં છૂટ 
મીડિયા રિપોર્ટ અનુસાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પણ તેના નોટિફિકેશનમાં ઘણા પ્રકારના વાહનોના થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમમાં છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં અમર્યાદિત જવાબદારીનો સમાવેશ થાય છે, જે અચાનક વીમા ઉદ્યોગ માટે મોટો ફટકો બની શકે છે.

આ વાહનોના પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ 
મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓની બસો પર 15 ટકા ડિસ્કાઉન્ટ, ખાનગી વિન્ટેજ કાર પર 50 ટકા ડિસ્કાઉન્ટ, ઇલેક્ટ્રિક વાહનો પર 15 ટકા અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો પર 7.5 ટકા ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય 3 વ્હીલર પેસેન્જર વાહનોના બેઝ પ્રીમિયમમાં લગભગ 6.5 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.

કમર્શિયલ પેસેન્જર ગાડીઓ પર પણ ડિસ્કાઉન્ટ 
આ સાથે સાથે ઓટો રિક્ષાનું બેઝિક પ્રીમિયમ 2023-24 માટે 2371 રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જે તેના હાલના 2,539 રૂપિયાના પ્રીમિયમ કરતાં 6.8 ઓછું છે. તે જ સમયે, ઇ-રિક્ષા માટે પ્રસ્તાવિત પ્રીમિયમ રૂ. 1,539 છે, જ્યારે તેનું વર્તમાન પ્રીમિયમ રૂ. 1,648 છે.

સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર: ધાંસુ ફીચર્સ સાથે લૉન્ચ કરશે આ કંપની, રેન્જ  જાણીને કહેશો કે આજે જ ખરીદી લેવાય / Cheapest electric car MG MOTOR INDIA  LIMITED company launch ...

આ ગાડીઓના પ્રીમિયમમાં કોઇ બદલાવ નહીં
ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, લોકપ્રિય અને બજેટ વાહનો માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ રૂ. 2,094 અને SUV માટે રૂ. 7,897 પર યથાવત રહેશે.

ઇલેક્ટ્રિક ગાડીઓ પર વધારે ફોક્સ 
કાર્બન ઉત્સર્જનને ધ્યાનમાં રાખીને સરકારનું વધારે ફોક્સ ઇલેક્ટ્રિક વાહનો પર છે. જે માત્ર પ્રદુષણ ઘટાડવામાં જ મદદ કરશે નહીં, પરંતુ મોંઘા પેટ્રોલ ડીઝલથી પણ મહદઅંશે છુટકારો મેળવશે અને સ્વચ્છ ઈંધણ એવા ઓટોમોબાઈલ ક્ષેત્રના વિકાસમાં મદદ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ