બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Nikol's corporator became a victim of public anger, people tasted fenugreek in public, see VIDEO

અમદાવાદ / ઘર કપાતમાં આવતા નિકોલના કોર્પોરેટર બન્યા જનતાના ગુસ્સાનો ભોગ, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક, જુઓ VIDEO

Vishal Khamar

Last Updated: 06:48 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિકોલમાં બપોરના સુમારે ભાજપના કોર્પોરેટરને લોકોએ કારમાંથી ઉતારીને માર મારતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. ત્યારે હાલ તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

  • અમદાવાદમાં નિકોલના કોર્પોરેટને લોકોએ કારમાંથી ઉતારીને જાહેરમાં માર્યો માર
  • TP બાબતે મુલાકાત લેવા ગયા હતા કોર્પોરેટર 
  • ઘર કપાત આવતા લોકોએ કર્યો હુમલો

 અમદાવાદના નિકોલ વોર્ડ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરને જાહેરમાં કેટલાક લોકો દ્વારા માર મારતા તેનો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. ત્યારે કૃષ્ણનગરમાં આવેલ શિવાજી ચોક પાસે ટીપી સ્કીમ બાબતે જ્યારે કોર્પોરેટર લોકો પાસે ગયા ત્યારે ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલનો લોકોએ ઉધડો લીધો હતો. જેમાં કોર્પોરેટને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘર કપાતમાં આવતા કોર્પોરેટર બન્યા જનતાના ગુસ્સાનો ભોગ
મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવભાઇ પટેલને આજે બપોરના રોજ લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના ઘટી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક નજીક TP સ્કીમના અમલીકરણ બાબતે તેઓ રજૂઆત કરવા માટે ગયા હતા. દરમ્યાન ત્યાં 5થી વધુ લોકોના ટોળાંએ તેઓને ઘેરી લીધા અને જાહેરમાં જ તેઓએ તેમને મેથીપાક ચખાડ્યો હતો.

કોર્પોરેટર બળદેવ પટેલની ખબર કાઢવા ધારાસભ્યો હોસ્પિટલ પહોંચ્યા

આ ઘટના દરમ્યાન લોકોએ પોતાના ઘર રોડની કપાતમાં જતાં હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઠાલવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે બાદમાં ઇજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એ સિવાય આ ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ