ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22655

NULL / વડોદરામાં આવતીકાલથી શરૂ થશે દેશનો સૌથી મોટો ઈલેક્ટ્રોનિક એક્સપો

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વડોદરામાં આવતીકાલથી 5 દિવસ માટે યોજાશે ભારતનું સૌથી મોટું ઇલેકટ્રોનિક પ્રદર્શન. વડોદરામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ અને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વીચ ગ્લોબલ એક્સ્પો 2016 યોજાશે રાજ્યના મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય ઉર્જા પ્રધાન ખુલ્લું મુકશે જેના માટેની સંપૂર્ણ તૈયારીઓ આજે કરી લેવામાં આવી છે.

આવતીકાલે વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇલેક્ટ્રિક ક્ષેત્રનું ભારતનું સૌથી મોટું પ્રદશન સ્વીચ ગ્લોબલ એક્સપો યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉદ્ઘાટન કરવાના છે જેમાં દેશના ઉર્જાપ્રધાન પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે 70 હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં 18 ડોમ ઉભા કરવામાં આવ્યા છે. અહીં ઇન્ટરનેશનલ એનર્જી કોન્ફરન્સને ખુલ્લી મુકવામાં આવશે. 

દેશના ઇલેક્ટ્રીક ઉત્પાદનોમાં 23 ટાકા હિસ્સો ધરાવતા વડોદરામાં યોજાનાર આ ઇન્ટરનેશનલ એક્સ્પોમાં 35થી વધુ દેશોના મિનિસ્ટર અને દેશના 26 રાજ્યોના ઉર્જા પ્રધાનો હાજરી આપવાના છે. આ એક્સ્પોમાં ઇલેકટ્રીક ક્ષેત્રમાં ઇનોવેટિવ ટેક્નોલોજી ધરાવતા 70 ઉત્પાદકોને બોલાવવામાં આવ્યા છે અને દુનિયા ને ઉપયોગી થઇ શકે તેવા નવા આઈડિયા અને ઉપકરણો રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 150 થી વધુ દેશોના ફોરેન ડેલિગેટ્સો 650થી વધુ એક્ઝિબ્યુટર્સ 80 હજારથી વધુ ઇલેક્ટ્રિક ક્ષેત્રના ખરીદદારો અહીં ભાગ લેવા માટે આવવાના છે. આ કાર્યક્રમમાં 2 લાખ લોકો ભાગ લે તેવી આયોજકોની ધારણા છે.  

છેલ્લા બે મહીનાથી આ એક્સ્પો માટે તયારી ચાલી રહી છે. અહીં આ 5 દિવસ દરમિયાન ઇન્ટરનેશનલ એનર્જી કોન્ફરન્સ ઇનોવેશન ટેક્નોલોજી સમિટ નેશનલ પાવર મિનિસ્ટર કોન્ફરન્સ નેશનલ ચીફ મિનિસ્ટર ઇન્સ્પેકટર મીટ ટેકનિકલ સેમિનાર જેવા અનેક કાર્યક્રમો યોજવાના છે જેના પગલે વડોદરામાં આગામી 5 દિવસમાં અભૂતપૂર્વ ઓધૌગિક પ્રદર્શન યોજાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ