ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22292

NULL / iPhone7 ખરીદવા 24 કલાક પહેલાથી જ લાંબી કતારો લાગી લાઈનમાંથી ખસી જવા યુવાનને ��

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ હેન્ડસેટ iPhone 7 લૉન્ચ કરી દીધો છે. સ્માર્ટફોનનું નામ આવે એટલે iPhone સૌથી આગળ રહે લોકોમાં તેને ખરીદવાનો ક્રેજ પણ જોવામાં આવે છે. ભારતમાં આ ફોન ઓક્ટોબરમાં મળશે પરંતુ વિશ્વના 25 દેશોમાં iphone 7 અને iphone 7 plusનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેના માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. જો કે આ ફોનનો પ્રારંભિક સ્ટોક ગણતરીના સમયમાં જ ખલાસ થઈ ગયો છે.

માત્ર ગણતરીના કલાકોમાં જ iPhoneનો સ્ટોક ખતમ
iphone 7 અને iphone 7 plusને લોકો તરફથી જંગી પ્રતિસાદ મળી રહ્યો છે. ફોનનો શરૂઆતનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. કંપનીના કહેવા પ્રમાણે ગ્રાહકોએ નિરાશ થવાની જરૂર નથી. હજુ પણ વેબસાઈટ પર પ્રિ-ઓર્ડર કરાવી શકાય છે. એપલે ઝડપથી તમામ ગ્રાહકોને ફોન પહોંચાડી દેવાની વાત કરી છે. લોકોના પ્રતિસાદના પગલે ફેસ્ટિવલ સિઝન અગાઉ જ એપલ માટે ક્રેઝી લોકો માટે સારા સમાચાર આવ્યા છે. નવા ફોનને મળેલ પ્રતિસાદને પગલે કંપનીએ પોતાના જૂના ફોન iPhone 6 S તથા iPhone 6 S Plusમાં રૂ. બાવીસ હજાર સુધીનો ઘટાડો કર્યો છે. જોકે આ અંગે કંપની દ્વારા ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે.

iPhone માટે નકારી દીધી 1.25 લાખની ઓફર 
iPhone ખરીદવા માટે ઓસ્ટ્રેલિયામાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો છેલ્લા 48 કલાકથી લાઈનો લગાવીને ઊભા છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાઈનમાં પ્રથમ નંબરે બેસેલા 16 વર્ષીય માર્ક્સને લાઈનમાંથી ખસી જવા માટે 1.25 લાખ રૂપિયાની ઓફર મળી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે 66000ના આઈફોનનો પ્રથમ ખરીદદાર બનવા માટે માર્ક્સે આ ઓફર ફગાવી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ