હવે તમારી ઓળખ સાથે જોડાયેલા દસ્તાવેજો બનાવવાની પ્રક્રિયા પહેલા કરતાં એકદમ સરળ થઈ ગઈ છે. હકીકતમાં વોટર કાર્ડ પાન કાર્ડ અને આધાર કાર્ડ બનાવવા માટે હવે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. અત્યાર સુધીમાં આ દસ્તાવેજો માટે લોકોને ઘણા ધક્કા ખાવા પડતા હતા. જેમાંથી હવે લોકોને છુટકારો મળવાનો છે.
મોદી સરકારે લોકોની સગવડતાને ધ્યાનમાં રાખને એક મહત્વનું પગલું ભર્યું છે. હવે તમારે આધારકાર્ડ વોટર આઈડી અને પેન કાર્ડ વગેરે આઈડી કાર્ડ બનાવવા માટે જિલ્લાની મુખ્ય કચેરીમાં જવું પડશે નહી. હવે દરેક વિસ્તારમાં આવેલ CSS એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને કોઈપણ કાર્ડ સરળતાથી બનાવી શકે છે.
20 થી 30 રૂપિયા ખર્ચમાં નિકળી જશે કાર્ડ
આધાર કાર્ડ બનાવવાનું સરળ થશે
કોમન સર્વિસ સેન્ટર જઈને ત્યાથી આધારકાર્ડની પ્રિન્ટ આઉટ લઈ શકાય છે. જો તમે પહેલાથી જ આધારકાર્ડ માટે અરજી કરી હોય તો તમે રંગીન આધાર કાર્ડ પિન્ટ કરાવી શકો છો. તે માટે તમારે માત્ર 20થી 30 રૂપિયા ખર્ચ કરવા પડશે.
પાસપોર્ટ ફોર્મ અને ફિસ પણ જમા કરી શકાશે
જો કોઈ વ્યક્તિને પોતાનો પાસપોર્ટ બનાવવો હોય તો તે CSS પર જઈને અપ્લાય કરી શકે છે. સાથે જ પાસપોર્ટ માટેની ફિસ પણ અહીં ભરી શકે છે. આ દરેક સર્વિસ માટે વ્યક્તિએ માત્ર 100 રૂપિયાની ફિસ આપવી પડશે. આ પછી વ્યક્તિ પાસપોર્ટની ઓફિસ પર જઈને પોતાની ડિટેઈલ અને ફોટોગ્રાફ જમા કરાવીને વેરીફિકેશન કરાવવાનું રહેશે.
આવી રીતે મળશે વોટર કાર્ડ
CSSની મદદથી તમે સરળતાથી કલર વોટર આઈડી કાર્ડ બનાવી શકશો. આ સર્વિસ ફ્રિ નથી આ માટે તમારે ફોર્મના હિસાબથી ચાર્જની ચૂકવણી પડશે. અહીંયા પર લોકો વોટર કાર્ડ માટે ઓનલાઈન પણ આવેદન કરી શકે છે.
પાનકાર્ડ બનાવવું થયું સરળ
પાન કાર્ડ માટે પણ તમે CSSની મદદ લઈ શકો છો. તે માટે તમારે 107 રૂપિયા સિવાય અલગથી થોડા પૈસા આપવા પડશે. આ સેન્ટર પર કોઈ પણ પ્રકારની સર્વિસ મફત નહીં હોય. દરેક સર્વિસના ચાર્જ તમારે નક્કી કરેલ ધોરણ મુજબ ચુકવવાના રહેશે.