બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Archives / news_detail-22117

NULL / રાતોરાત કરોડપતિ બનવાની સુંદર તક Appleના Iphoneમાં ખામી શોધનારને 1 કરોડ 33 લાખ રૂપિયા

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હેકિંગમાં રસ ધરાવતા લોકોને દુનિયાની પ્રતિષ્ઠીત કંપની એપલ પૈસા કમાવવાની સુંદર તક આપી રહી છે. એપલે હાલમાં જ મોબાઈલ ફોન હેકરોને લાખો-કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જે મુજબ કોઈ હેકર તેમના મોબાઈલમાં રહેલી ખામીઓને શોધી આપશે તેને કંપની લગભગ 16 લાખ રૂપિયાથી લઈને એક કરોડ 33 લાખ રૂપિયા સુધીના ઇનામ આપશે. 

હાલમાં જ યોજાયેલી બ્લૈક હેટ હેકિંગ કોન્ફરન્સમાં એપલ તરફથી તેમના પ્રોડક્ટમાં ખામી શોધી આપનાર વ્યક્તિને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં જે હેકર કંપનીના ડિઝિટલ ડિપાર્ટમેન્ટમાં ખામી શોધી આપશે તેને 16 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. 

ગ્રાહકોના ડેટામાં કોઈ વાઈરસ શોધનારને લગભગ 33 લાખ રૂપિયા અને જે હેકર એપલના iCloudમાં અથવા અન્ય કોઈ ગંભીર ભૂલને શોધી આપશે તેને કંપની એક કરોડ 33 લાખ રૂપિયા ઈનામ આપશે. પાછલા છ વર્ષોથી સિલિકોન વેલીની ફેસબુક ગૂગલ સહિતની અન્ય કંપનીઓ હેકરોને ખામી શોધી આપવાના પૈસા આપે છે. જો કે આ પહેલી વખત છે જ્યારે એપલ તરફથી પણ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ