બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / new player in Team India will not get jersey number 7! After Tendulkar, now BCCI has taken a big decision for Dhoni

ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં નવા કોઈ ખેલાડીને નહીં મળે 7 નંબરની જર્સી! તેંડુલકર બાદ હવે ધોની માટે BCCIએ લીધો મોટો નિર્ણય

Megha

Last Updated: 09:37 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના સંન્યાસ બાદ BCCIએ વર્ષ 2017માં જર્સી નંબર 10ને રિટાયર કરી દીધો હતો. હવે ધોનીના જર્સી નંબર 7 ને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • જર્સી નંબર 7 હવે કોઈ પણ ભારતીય ક્રિકેટરની જર્સીમાં જોવા નહીં મળે
  • BCCIએ સચિન તેંડુલકર બાદ હવે ધોનીનો જર્સી નંબર રિટાયર કરી દીધો
  • ધોનીની કેપ્ટનશીપમાં ઈન્ડિયાએ કુલ ત્રણ  ICC ટ્રોફી જીતી હતી

મહેન્દ્ર સિંહ ધોનીનો જર્સી નંબર 7.. આ જર્સી નંબર હવે કોઈ પણ ભારતીય ક્રિકેટરની જર્સીમાં જોવા નહીં મળે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ સચિન તેંડુલકર બાદ હવે ધોનીનો જર્સી નંબર રિટાયર કરી દીધો છે. એટલે કે હવે જે પણ નવા ખેલાડીઓ આવશે એમને જર્સી નંબર 7 અને નંબર 10 નહીં મળી શકે. 

એ વાત તો જાણીતી જ છે કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના સંન્યાસ બાદ BCCIએ વર્ષ 2017માં જર્સી નંબર 10ને રિટાયર કરી દીધો હતો.  એવામાં હવે ધોનીને જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ધોની એક જ એવો કેપ્ટન છે જેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી હતી. એવામાં હવે ધોનીને ટ્રિબ્યુટ આપવા માટે BCCIએ આ નિર્ણય લીધો છે. 

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI એ ભારતીય ક્રિકેટરોને આ વિશે સૂચના આપી દીધી છે કે હવે તેઓ જર્સી પર નંબર 7 નહીં લઈ શકે.  ખાસ કરીને ડેબ્યૂ કરનારા ખેલાડીઓને જાણ કરી છે કે તેમની પાસે તેંડુલકર અને ધોની સાથે સંબંધિત નંબરનો વિકલ્પ નથી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે નવા ખેલાડીઓને એમએસ ધોનીની 7 નંબરની જર્સી પસંદ ન કરવાનું કહેવામાં આવ્યું હતું. રમતમાં તેમના યોગદાન બદલ બોર્ડે ટી-શર્ટને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. હવે કોઈ નવો ખેલાડી નંબર 7ની જર્સી મેળવી શકશે નહીં. 

તાજેતરમાં જ જ્યારે યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું ત્યારે તેને 19 નંબરની જર્સી જોઈતી હતી. જર્સી નંબર 19 દિનેશ કાર્તિકનો છે. જયસ્વાલ આ જર્સી નંબર સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે પરંતુ BCCI ના ઇનકાર બાદ તેણે 64 નંબરની જર્સી લીધી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ