બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Naveen Ul Haq targets Kohli without naming him, Gambhir says this while supporting the Afghan player

ક્રિકેટ / નવીન ઉલ હકે નામ લીધા વગર કોહલી પર સાધ્યું નિશાન, અફઘાન ખેલાડીનો સપોર્ટ કરતાં ગંભીરે કહી આ વાત

Megha

Last Updated: 01:46 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવીને ફરી એકવાર વિરાટ પર ઈશારામાં હુમલો કરતાં ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી હતી જેમાં ગૌતમ ગંભીરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

  • કોહલી અને નવીન-ઉલ-હક હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા
  • નવીને ફરી એકવાર વિરાટ પર ઈશારામાં હુમલો કર્યો
  • ગૌતમ ગંભીરે પણ તેની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 16મી સિઝનમાં એક મેચ દરમિયાન લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આમને-સામને આવી ગયા હતા, એ દિવસને ઘણો સમય થઈ ગયો છે પણ હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે .

જણાવી દઈએ કે નવીને ફરી એકવાર વિરાટ પર ઈશારામાં હુમલો કર્યો છે. અફઘાન ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી છે. લખનૌના મેન્ટર ગૌતમ ગંભીરે પણ તેની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. લખનૌ અને બેંગ્લોર ( LSG vs RCB ) મેચ દરમિયાન ગંભીર કોહલી સામે ઉગ્ર દલીલમાં પણ ઉતર્યો હતો.

નવીન ઉલ હકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગંભીર સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેણે તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "લોકો સાથે એવું જ વર્તન કરો જેવું એ તમારી સાથે કરે છે. લોકો સાથે એ જ રીતે વાત કરો જે રીતે લોકો તમારી સાથે વાત કરે છે.''

હવે ગંભીરે પણ નવીનની આ પોસ્ટનો જવાબ આપ્યો છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનરે લખ્યું, "જેમ છો તેવા જ રહો, ક્યારેય ન બદલો." જે બાદ નવીન ઉલ હકે પણ જવાબ આપ્યો હતો.

જણાવી દઈએ કે 01 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટ અને નવીન વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. મેચ દરમિયાન પહેલા બંને ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી પછી મેચ સમાપ્ત થયા પછી હાથ મિલાવતી વખતે બંને ગુસ્સે થયા હતા. જોકે, મેદાન પર હાજર સાથી ખેલાડીઓની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો.

બાદમાં આ મામલે કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર ચર્ચા પણ જોવા મળી હતી. કોહલી અને ગંભીર બંને લગભગ પાંચ મિનિટ સુધી એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં મેદાનની લડાઈ જોવા મળી હતી. મેચ બાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી પર પણ તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ