બ્રેકિંગ ન્યુઝ
IMD Alert: દેશમાં ચારેબાજુ વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે એટલે કે 23 જુલાઈએ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હવે હવામાન વિભાગે વધુ એક ચેતવણી આપી છે.
ADVERTISEMENT
દરિયો તોફાની બન્યો
ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો દરિયો પણ તોફાની બન્યો છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હીથી લઈને મુંબઈ સુધી તેમજ દક્ષિણના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. તો મુંબઈને લઈને એક મોટી ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT

મુંબઈમાં હાઈ ટાઈડનું એલર્ટ
ADVERTISEMENT
હવામાન વિભાગે આજે એટલે કે 24 જુલાઈના રોજ હાઈ ટાઈડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે 11 વાગ્યા બાદ દરિયામાં ભારે કરંટ જોવા મળશે અને અંદાજે 15 ફૂટ સુધી મોજા ઉછળી શકે છે. હાઈ ટાઈડને ધ્યાનમાં રાખીને લાઈફગાર્ડ્સને સતર્ક રહેવા કહેવાયું છે તેમજ લોકોને અને માછીમારોને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. કોઈ અનઈચ્છિનિય ઘટના ન બને તે માટે તંત્રને પણ દરિયાકાંઠે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં આગામી અઠવાડીયું રહેશે તોફાની, વહાણવટી વરસાદની આગાહી સાંભળી થથરી જશો
ADVERTISEMENT
આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે (imd)એ અનેક રાજ્યોમાં આગામી 6થી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં અનરાધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ
ભારતીય હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતુ કે, બંગાળની ખાડીમાં એક તીવ્ર દબાણ બની રહ્યું છે જેના કારણે નવી સિસ્ટમ બની રહી છે, જેથી આજથી 28 જુલાઈ સુધી દક્ષિણ બંગાળ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીના ઉત્તરના ભાગોમાં ચક્રવાતી પવનો ફૂંકાઈ શકે છે અને દક્ષિણ બંગાળના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.