બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Mutual Funds Investment 10 thousand SIP will make investors millionaire

લાભ જ લાભ! / 10 હજારની SIP આવી રીતે બનાવશે કરોડપતિ, ભારે ભરખમ રિટર્નથી રોકાણકારો ખુશ

Megha

Last Updated: 06:16 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો શેરબજારમાં રોકાણ નથી કરતા તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રૂપિયાના સતત રોકાણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર સંબંધિત નિષ્ણાતો હંમેશા રોકાણકારોને સલાહ આપે છે કે તેઓ હંમેશા લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરે. આના કારણે વધુ વળતર મળવાની સંભાવના છે અને ફંડ પણ મોટું થાય છે. 

Mutual Fundsમાં જો તમે પણ કરો છો SIP? તો આ 5 ભૂલ કરતા પહેલાં સો વાર  વિચારજો, નહીં તો થશે મોટું નુકસાન I Avoid These 5 mistakes to get more  return from

હવે જે લોકો શેરબજારમાં રોકાણ નથી કરતા તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. જેમાં તમારે તમારા પૈસા જાતે મેનેજ કરવાના નથી હતો. ફંડ મેનેજર અથવા ફંડ મેનેજમેન્ટ કંપની તમારું આ કામ કરે છે. એવામાં આજે અમે તમને એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીશું જેણે 10,000 રૂપિયાના સતત રોકાણ સાથે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 

ફ્રેન્કલિન ઈન્ડિયા ફોકસ્ડ ઈક્વિટી ફંડ 16 વર્ષ પહેલા જુલાઈ 2007માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી, આ ફંડ 14.33 ટકા CAGRનું વળતર આપવામાં સફળ રહ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકારે છેલ્લા એક વર્ષ દરમિયાન 10,000 રૂપિયાનું માસિક રોકાણ કર્યું હોત તો તેનું વળતર વધીને 1.46 લાખ રૂપિયા થઈ ગયું હોત. છેલ્લા એક વર્ષમાં આ ફંડે 36.55 ટકા વળતર આપ્યું છે.

Topic | VTV Gujarati

જો કોઈ રોકાણકારે 3 વર્ષ માટે SIP લીધી હોય, તો તેને 3.6 લાખ રૂપિયાના રોકાણ પર 4.96 લાખ રૂપિયાનું વળતર મળત. તેવી જ રીતે 5 વર્ષથી રોકાણ કરનાર વ્યક્તિને 6 લાખ રૂપિયાના રોકાણ પર 10.26 લાખ રૂપિયાનું વળતર મળતું હતું.

છેલ્લા 10 વર્ષથી આ ફંડમાં નિયમિતપણે રૂ. 10,000નું રોકાણ કરનાર વ્યક્તિને રૂ. 12 લાખના રોકાણ પર રૂ. 36.47 લાખનું વળતર મળતું હતું. તે જ સમયે, 20 વર્ષ સુધી આ ફંડ પર વિશ્વાસ રાખનારા રોકાણકારોને અત્યાર સુધીમાં રૂ. 20 લાખની રોકાણ રકમ પર કુલ રૂ. 97.58 લાખનું વળતર મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ