બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:32 PM, 22 August 2025
ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ પર ઇલેક્ટ્રિક વેહિકલ અને ઇલેક્ટ્રિક બસો માટે ટોલમાંથી મુક્તિ આપવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલ ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર, હવે આ ટેક્સ છૂટ ખાસ કરીને રાજ્ય પરિવહન ઉપક્રમો તથા ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત ઈલેક્ટ્રિક બસો અને કારો માટે લાગૂ થશે. આ નિર્ણય 31 જાન્યુઆરી, 2025ની પહેલાંની નોટિફિકેશનમાં ફેરફાર છે, જેમાં 21.8 કિમી લાંબા દરિયાઈ પુલ અને તેની જોડતી સડકોનો ઉપયોગ કરનારા તમામ પ્રકારના વાહનો માટે ટોલ લગાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

ઇલેક્ટ્રિક વાહનોને ટોલ છૂટ કેમ?
ADVERTISEMENT
મહારાષ્ટ્ર રાજ્યએ આ છૂટ મહારાષ્ટ્ર મોટર વેહિલક એક્ટ અંતર્ગત આપી છે. તેનો મુખ્ય હેતુ છે કે રાજ્યમાં સ્વચ્છ ઉર્જા આધારિત પરિવહનનું પ્રોત્સાહન મળે, કાર્બન ઉત્સર્જન ઘટે અને પ્રદૂષણ પર અંકુશ આવે. આ ટોલ છૂટ ખાસ કરીને ખાનગી ઈલેક્ટ્રિક કારો, મુસાફરોને લઈ જતી ઈલેક્ટ્રિક ચારચકિયા વાહનો, સરકારી એસ.ટી.ની બસો અને શહેરી વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતી ઈલેક્ટ્રિક બસો માટે લાગૂ પડશે. જો કે, ઈલેક્ટ્રિક માલ વાહન વાહનોને આ છૂટ મળશે નહીં.

ADVERTISEMENT
રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યુ કે આગામી સમયમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ મહારાષ્ટ્ર એક્સપ્રેસવે પર પણ આવી જ ટોલ છૂટ આપવાનો ઈરાદો છે. આ પગલાથી ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં વધારો થશે અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ઈંધણ પર આધાર ઘટાડાશે. હાલમાં મુંબઈ શહેરમાં કુલ 22,400 ઈલેક્ટ્રિક વાહનો રજિસ્ટર્ડ છે. જેમાં 18,400 લાઇટ પેસેન્જર કારો, 2,500 લાઈટ કોમર્શિયલ વાહનો, 1,200 હેવી બસો અને 300 મિડિયમ બસોનો સમાવેશ થાય છે.
વધુમાં વાંચો: સુનિતા આહુજાએ છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો, ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ
ADVERTISEMENT
અટલ સેતુ પરથી દરરોજ આશરે 60,000 જેટલા વાહનો પસાર થાય છે, જેમાંથી લગભગ 34,000 થી 40,000 વાહનો ખાસ આ પુલનો ઉપયોગ કરે છે. બીજું મહત્વપૂર્ણ ટ્રાફિક સમૃદ્ધિ એક્સપ્રેસવે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થાય છે. મહારાષ્ટ્ર મોટર વેહિલક એક્ટ હેઠળ આવી ઘણા લાભો આપી રહ્યું છે જેમાં ટોલ છૂટ, રજિસ્ટ્રેશન ફી રાહત અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ પણ સામેલ છે. આ નિર્ણય માત્ર એક નીતિગત પગલું નહીં, પરંતુ હરિત અને ટકાઉ વિકાસ તરફ રાજયના દ્રઢ સંકલ્પનો પ્રતિબિંબ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.