બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni wife sakshi dhoni says she knows tamil bad words video goes viral

OMG / 'મને તમિલમાં અમુક ગંદા શબ્દ...' પત્ની સાક્ષી બોલવા જ જતી હતી કે ધોનીએ કહ્યું- મેં નથી...

Arohi

Last Updated: 01:27 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni Wife Sakshi Dhoni: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ પોતાના તમિલ પ્રોડક્શન વેન્ચર લેટ્સ ગેટ મેરિડનો ઓડિયો અને ટ્રેલર લોન્ચ કર્યું.

  • ધોનીએ લોન્ચ કર્યું પ્રોડક્શન વેન્ચર 
  • ચેન્નાઈમાં પત્ની સાક્ષી સાથે આપી હાજરી 
  • બન્નેના વીડિયો અને ફોટો થયા વાયરલ 

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ પોતાની તમિલ પ્રોડક્શન વેન્ચર લેટ્સ ગેટ મેરિડનો ઓડિયો અને ટ્રેલર લોન્ચ કર્યું. ચેન્નાઈના એક કાર્યક્રમમાં તેમની સાથે તેમની પત્ની સાક્ષી ધોની પણ જોવા મળી.  આ સમયે ઈવેન્ટમાં ધોની અને સાક્ષી ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા. બન્નેના ધણા સુંદર ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 

એવામાં ધોનીની પત્ની સાક્ષીના નિવેદને બધાને ચોંકાવી દીધા. તેમણે કહ્યું કે તેમને તમિલ ભાષામાં અમુક અપશબ્દો ખબર છે. તેના પર એમએસ ધોની સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા. આવો જાણીએ ધોનીએ સાક્ષીના આ નિવેદન પર શું જવાબ આપ્યો? 

આવું હતું MS ધોનીનું રિએક્શન 
હકીકતે MS ધોનીએ પોતાના પ્રોડક્શનમાં બનેલી પહેલી ફિલ્મના ટ્રેલરના લોન્ચ વખતે ફિલ્મની મેકિંગને લઈને વાત કરી. તેમણે પોતાની સ્પીચમાં કહ્યું કે ચેન્નાઈથી તેમનો સંબંધ વર્ષો જુનો છે.

વર્ષ 2008થી આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા ધોનીએ કહ્યું કે ચેન્નાઈમાં જ તેમણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ અને આ જગ્યા તેમના માટે હંમેશા ખાસ રહી છે. તેની સાથે જ ધોનીની પત્ની પણ આ સમયે સ્ટેજ પર મસ્તી કરતા જોવા મળી. 

સાક્ષી ધોનીએ એક નિવેદન આપતા કહ્યું કે તેમને તમિલમાં અપશબ્દો ખબર છે. તેમના આ નિવેદન પર તરત જ MS ધોનીએ મોડુ કર્યા વગર પોતાની સ્પષ્ટતા આપી દીધી. ધોનીએ કહ્યું કે મેં પોતાની વાઈફને તમીલના આ અપશબ્દો નથી શિખવાડ્યા. ત્યાર બાદ ત્યાં હાજર લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ